મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'જો ભાજપ આ વાત સાબિત કરે તો મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દઇશ', મમતાનો લલકાર

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ બાંગ્લાદેશના આતંકવાદી અને કટ્ટરપંથીઓ સાથે સંબંધ હોવાના ભાજપના

'જો ભાજપ આ વાત સાબિત કરે તો મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દઇશ', મમતાનો લલકાર

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ બાંગ્લાદેશના આતંકવાદી અને કટ્ટરપંથીઓ સાથે સંબંધ હોવાના ભાજપના આરોપોને ફગાવ્યા છે.મમતા બેનરજીએ કહ્યું કે, ભાજપના ધારાસભ્ય આ આરોપોને સાબિત કરે તો તે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દેશે.

મમતા બેનરજીએ ભાજપના ધારાસભ્યોની ટીકા કરી

બંગાળ વિધાનસભાને સંબોધતા મમતા બેનરજીએ પોતાના વિરૂદ્ધ પાયા વિહોણી ટિપ્પણી કરવા માટે ભાજપના ધારાસભ્યોની ટીકા કરી હતી અને કહ્યું કે તે આ રીતના દાવાની ફરિયાદ વડાપ્રધાન મોદીને પત્ર લખીને કરશે.

બંગાળના મુખ્યમંત્રીએ કહ્યું, 'ભાજપના નેતા અને ધારાસભ્ય પાયાવિહોણા આરોપ લગાવી રહ્યાં છે કે મારા કાશ્મીરમાં આતંકવાદી અને બાંગ્લાદેશના આતંકવાદી તેમજ કટ્ટરપંથીઓ સાથે સંબંધ છે. જો ભાજપ આ વાત સાબિત કરી દે તો હું રાજીનામું આપી દઇશ.'

મમતા બેનરજી PM મોદીને લખશે પત્ર

મમતા બેનરજીએ કહ્યું કે, તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને ફરિયાદ કરશે કે તેમની પાર્ટીના ધારાસભ્ય પુરાવા વગર તેમના પર બાંગ્લાદેશી કટ્ટરપંથીઓ સાથે સંબંધ હોવાનો આરોપ લગાવી રહ્યાં છે. આતંકવાદના ખોટા આરોપો લાગવા કરતા મરી જવું સારૂ છે.'

મમતા બેનરજીએ કહ્યું, 'અભિવ્યક્તિની સ્વતંત્રતા તેમને (ભાજપના ધારાસભ્યોને) નફરતભર્યા ભાષણો આપવાની અને લોકોને વિભાજીત કરવાની મંજૂરી આપતી નથી. અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અર્થ નફરત ફેલાવવાનો નથી. તમે (ભાજપ) રાજકીય લાભ માટે ધર્મનો આશરો લો છો પણ અમે એવું નથી કરતા.

આ સમાચાર શેર કરો