મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજ્યની એકમાત્ર નગરપાલિકા જ્યાં ભાજપનું ખાતું ના ખુલ્યું, મંત્રીના મત વિસ્તારમાં ભાજપના સૂપડા સાફ

દેવભૂમિ દ્વારકામાં 28 બેઠકવાળી સલાયા નગરપાલિકાની બેઠકમાં 13 બેઠક પર કોંગ્રેસ અને 15 બેઠક

રાજ્યની એકમાત્ર નગરપાલિકા જ્યાં ભાજપનું ખાતું ના ખુલ્યું, મંત્રીના મત વિસ્તારમાં ભાજપના સૂપડા સાફ

દેવભૂમિ દ્વારકામાં 28 બેઠકવાળી સલાયા નગરપાલિકાની બેઠકમાં 13 બેઠક પર કોંગ્રેસ અને 15 બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારોની જીત થઈ છે. આ સિવાય ભાજપ હજુ સુધી ખાતું પણ ખોલી નથી શક્યું. મંત્રી મુળુભાઈ બેરાના વિસ્તારમાં ભાજપ સૂપડા સાફ થઈ ગયા છે. અહીં ભાજપે 12 ઉમેદવાર ઉભા રાખ્યા હતા. નોંધનીય છે કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ એકમાત્ર બેઠક હશે જ્યાં ભાજપનું ખાતું પણ નહીં ખૂલે.

આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવીનો મતવિસ્તાર ગણાતા સલાયામાં ભાજપ ખાતું ખોલાવવામાં અસમર્થ રહ્યો છે. સલાયા નગરપાલિકામાં ભાજપનું ખાતું ખુલ્યું નથી. આ વિસ્તારમાંથી રાજ્ય સરકારના મંત્રી મૂળુભાઈ બેરાનો મત વિસ્તાર પણ ગણાય છે. ભાજપના મંત્રી જ પોતાના મત વિસ્તારમાં આવતી સલાયા નગરપાલિકામાં ખાતુ ખોલાવવામાં પણ સમર્થ થયા નથી. જ્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે સારું પ્રદર્શન કર્યું છે.

ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે. ત્યારે અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટીએ પણ ગુજરાતમાં પોતાનું ખાતું ખોલાવ્યું છે. રાણાવાવ નગરપાલિકા ઉપર સમાજવાદી પાર્ટીએ કબજો જમાવ્યો છે. રાણાવાવ નગરપાલિકામાં કાંધલ જાડેજાની બોડી બનશે. 

કુતિયાણા નગરપાલિકામાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે.  અહીં સમાજવાદી પાર્ટીના ઉમેદવારોનો દબદબો વધ્યો છે. કુતિયાણામાં વોર્ડ નં. 5માં સમાજવાદી પાર્ટીની જીત થઈ છે. અહીં ધારાસભ્ય કાંધલ જાડેજાના ભાઈ કાના જાડેજાની આખી પેનલ જીતી છે. હાલ મળતી અપડેટ મુજબ કુતિયાણા નગરપાલિકામાં 14 બેઠકો સમાજવાદી પાર્ટીએ જીતી છે. જ્યારે ભાજપે 10 બેઠકો ઉપર કબજો જમાવ્યો છે. કુતિયાણા નગરપાલિકામાં પણ કાંધલ જાડેજાનો દબદબો જોવા મળશે.

આ સમાચાર શેર કરો