મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'પાકિસ્તાનના 5 લડાકૂ વિમાનો તોડી પાડ્યા', IAF ચીફે ઓપરેશન સિંદૂર અંગે કહી સ્ફોટક વાત

વાયુ સેનાના વડા એર ચીફ માર્શલ એપી સિંહે ઓપરેશન સિંદૂરને આ વર્ષની સૌથી મહત્ત્વપૂર્ણ કાર્યવાહી બતા

'પાકિસ્તાનના 5 લડાકૂ વિમાનો તોડી પાડ્યા', IAF ચીફે ઓપરેશન સિંદૂર અંગે કહી સ્ફોટક વાત

વાયુ સેનાના વડા એર ચીફ માર્શલ એપી સિંહે ઓપરેશન સિંદૂરને આ વર્ષની સૌથી મહત્ત્વપૂર્ણ કાર્યવાહી બતાવતા કહ્યું કે, આ ઓપરેશન થકી ભારતની વાયુ સેનાએ મજબૂત સુરક્ષા ક્ષમતા અને સંયુક્ત સાહસને પ્રદર્શિત કર્યું. વાયુસેના પ્રમુખે કહ્યું કે, ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતે પાકિસ્તાનના 5 એફ-16 અને જેફ-17 લડાકૂ વિમાનો તોડી પાડ્યા. ઓપરેશન સિંદૂર ત્રણેય સેનાઓના તાલમેલનું પ્રતિબિંબ કરે છે. આ સાથે વાયુસેના પ્રમુખે જણાવ્યું કે, ત્રણેય સેનાઓએ સુદર્શન ચક્ર વાયુ સુરક્ષા સિસ્ટમ પર કામ શરૂ કરી દીધું છે.

વધુ વિલંબ વિના સમાપ્ત થયું 

ચીફ માર્શલે વધુમાં જણાવ્યું હતું કે, "પહેલગામમાં જે બન્યું તે પછી, અમે નક્કી કર્યું કે નિર્દોષ લોકોની હત્યાનો બદલો લેવા માટે, પાકિસ્તાનને તેમના કૃત્યોની કિંમત ચૂકવવી પડશે. સશસ્ત્ર દળોને સ્પષ્ટ સૂચનાઓ અને સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો હતો. જેમાં ભારતીય વાયુસેના મુખ્ય હિસ્સેદાર હતી. ઇતિહાસ આને એક એવા યુદ્ધ તરીકે નોંધશે જે ખૂબ જ સ્પષ્ટ ઉદ્દેશ્ય સાથે શરૂ થયું હતું અને ઝડપથી અને વધુ વિલંબ વિના સમાપ્ત થયું હતું."

પાકિસ્તાનને થયું ભારે નુકસાન

ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનને થયેલા નુકસાન અંગે એર ચીફ માર્શલ એપી સિંહે કહ્યું, "જ્યાં સુધી પાકિસ્તાનના નુકસાનનો સવાલ છે... અમે તેમના મોટી સંખ્યામાં એર બેઝ પર હુમલો કર્યો. આ હુમલાઓમાં ઓછામાં ઓછા ચાર સ્થળોએ રડાર, બે સ્થળોએ કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર અને બે સ્થળોએ રનવેને નુકસાન થયું. ત્રણ અલગ અલગ સ્ટેશનો પર ત્રણ હેંગરને નુકસાન થયું. આ ભારતીય હુમલામાં ઓછામાં ઓછા ચારથી પાંચ પાકિસ્તાની ફાઇટર જેટ, સંભવતઃ F-16, નાશ પામ્યા. એક SAM સિસ્ટમ પણ નાશ પામી.

300 KM અંદર જઈને હુમલો કર્યો

એર ચીફે કહ્યું, અમે સૌથી દૂરના લક્ષ્યોમાં દુશ્મનના પ્રદેશમાં 300 કિમી દૂર સુધી પહોંચ્યા હતા. આપણી મજબૂત એર ડિફેન્સ સિસ્ટમે સંપૂર્ણપણે પરિસ્થિતિ બદલી નાખી. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું એર ફોર્સ વધુ S-400 એર ડિફેન્સ મિસાઇલો ખરીદવાનું વિચારી રહી છે, ત્યારે એર ફોર્સ ચીફે સીધો જવાબ ન આપ્યો પરંતુ કહ્યુંકે, આ સિસ્ટમ અસરકારક સાબિત થઈ છે. વાયુસેનાના વડાએ કહ્યું, આપણે તેમના વિસ્તારમાં છેક અંદર સુધી જોઈ શકતા હતા. આ ઇતિહાસમાં નોંધાયું છે કે અમે પાકિસ્તાનનમાં અનેક કિલોમીટર અંદર જઈને વાર કર્યો અને આ કાર્યવાહીથી તેમની ગતિવિધિમાં ઘટાડો થયો.  

દુનિયાએ આપણી પાસેથી શીખવાની જરૂર

ઓપરેશન સિંદૂર મુદ્દે ભારતીય વાયુસેનાના વડા એર ચીફ માર્શલ અમર પ્રીત સિંહે કહ્યું, "ભારતીય સશસ્ત્ર દળોને સંઘર્ષ અંગે સ્પષ્ટ સૂચનાઓ હતી. આ એક એવો પાઠ છે જે ઇતિહાસમાં લખાશે.  આ એક ખૂબ જ સ્પષ્ટ ઉદ્દેશ્ય સાથે લડવામાં આવેલું યુદ્ધ હતું અને ઉદ્દેશ્ય પૂર્ણ થતાં તેને વધુ ઉગ્ર બનાવ્યા વિના સમાપ્ત કરી દેવાયું. વિશ્વમાં શું થઈ રહ્યું છે: બે યુદ્ધો ચાલી રહ્યા છે, અત્યારે તેના અંતની કોઈ વાત નથી. પરંતુ અમે લડાઈને એ સ્થિતિમાં લઈ ગયા કે સામેથી યુદ્ધ વિરામ માટે આવવું પડ્યું. અમે એક રાષ્ટ્ર તરીકે સંઘર્ષનો અંત લાવવાનો નિર્ણય લીધો. કારણ કે અમે જે ઉદ્દેશ્યો સાથે યુદ્ધ શરૂ કર્યું હતું તે પૂર્ણ થઈ ગયું હતું. મને લાગે છે કે આ એવી વસ્તુ છે જેને આપણી પાસેથી સમગ્ર વિશ્વે શીખવાની જરૂર છે. 
 

આ સમાચાર શેર કરો