VIDEO: 'યુદ્ધ માટે તૈયાર રહો', સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સેના કમાન્ડરોને આપ્યો આદેશ
કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે મોટું નિવેદન આપતા કહ્યું છે કે, ભા

કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે મોટું નિવેદન આપતા કહ્યું છે કે, ભારત હંમેશાથી શાંતિનો પુજારી હતો, છે અને રહેશે. પરંતુ હાલની વર્તમાન વૈશ્વિક સ્થિતિને જોતા મેં સેના કમાન્ડરોને કહ્યું કે, આપણે હંમેશા યુદ્ધ માટે તૈયાર રહેવું જોઈએ.
મીડિયા સાથે વાતચીતમાં કેન્દ્રીય રક્ષામંત્રીએ કહ્યું કે, ભારત વિશ્વનો એકમાત્ર એવો દેશ છે જેણે 'વસુધૈવ કુટુંબકમ'નો સંદેશ આપ્યો છે. ભારતે હંમેશા શાંતિની હિમાયત કરી છે. પરંતુ આજે ભૂ-રાજકીય પરિસ્થિતિને જોતા મેં સેનાને કહ્યું કે, ભારત અને દુનિયામાં શાંતિ જાળવવા માટે આપણે હંમેશા યુદ્ધ માટે તૈયાર રહેવું જોઈએ, આ ઉદ્દેશ્ય સાથે કહેવામાં આવ્યું હતું કે, કોઈ પણ સંજોગોમાં આપણી શાંતિમાં ખલેલ ન પહોંચવી જોઈએ.






