'મારી પાસે અમિત શાહની પેન ડ્રાઈવ, વધુ હેરાન કરી તો પર્દાફાશ કરીશ': મમતા બેનર્જી
આગામી વિધાનસભા ચૂંટણી પહેલા પશ્ચિમ બંગાળમાં રાજકીય ખેંચાતાણ વધ છે. સત્તાધારી પક્ષ તૃણમૂલ ક

આગામી વિધાનસભા ચૂંટણી પહેલા પશ્ચિમ બંગાળમાં રાજકીય ખેંચાતાણ વધ છે. સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના રાજકીય સલાહકાર I-PAC ના કાર્યાલય અને તેના ડિરેક્ટર પ્રતીક જૈનના ઘરે ED દ્વારા દરોડા પાડવામાં આવ્યાના એક દિવસ બાદ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ શુક્રવારે કોલકાતામાં દરોડાના વિરોધમાં એક રેલીનું આયોજન કર્યું હતું. બેનર્જીએ કેન્દ્ર સરકાર પર ચૂંટણી પહેલા કેન્દ્રીય એજન્સીઓનો ઇરાદાપૂર્વક ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો. આ સાથે ચેતવણી આપી હતી કે, જો તેમના પર અને તેમની સરકાર પર વધુ પડતું દબાણ લાવવામાં આવશે, તો તેઓ કોલસા કૌભાંડમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની કથિત સંડોવણી સાથે સંબંધિત પેન ડ્રાઇવ જાહેર કરશે.
મુખ્યમંત્રી બેનર્જીએ દાવો કર્યો હતો કે, તેમની પાસે કોલસા કૌભાંડમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સંડોવણી સાથે કથિત રીતે જોડાયેલી પેન ડ્રાઇવ છે. કોલકાતામાં EDના દરોડા સામે એક વિરોધ કૂચ દરમિયાન મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા, ત્યારે મમતા બેનર્જીએ કહ્યું, "મારી પાસે એક પેન ડ્રાઇવ છે. હું અત્યાર સુધી ચૂપ રહી છું, મારા પદનો આદર કરું છું. મારા પર વધુ પડતું દબાણ ના કરો. નહીં તો, હું બધું જ જાહેર કરીશ. આખો દેશ ચોંકી જશે.
મમતા બેનર્જીએ કહ્યું કે દિલ્હીમાં ભાજપના વરિષ્ઠ નેતાઓને કોલસા કૌભાંડમાંથી પૈસા મળ્યા છે અને જો જરૂર પડશે તો તેઓ જનતા સમક્ષ પુરાવા રજૂ કરશે.






