Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : https://bit.ly/IndiGoFuelHike2026

હવાઈ મુસાફરી પર યુદ્ધની અસર: એર ઈન્ડિયા બાદ હવે ઈન્ડિગોએ ઝીંક્યો 'ફ્યુઅલ ચાર્જ', જાણો કેટલી મોંઘી થશે ટિકિટ

Timeછેલ્લું અપડેટ : 13 Mar 2026
લાઇવ ટીવીGoogle News
હવાઈ મુસાફરી પર યુદ્ધની અસર: એર ઈન્ડિયા બાદ હવે ઈન્ડિગોએ ઝીંક્યો 'ફ્યુઅલ ચાર્જ', જાણો કેટલી મોંઘી થશે ટિકિટ
સોર્સ : GSTV

IndiGo: એર ઈન્ડિયા બાદ ઈન્ડિગો એરલાઈને પ્રવાસીઓના ખિસ્સા પર બોજ વધારતા 'ફ્યુઅલ ચાર્જ' (Fuel Charge) લાગુ કરવાની જાહેરાત કરી છે. 14 માર્ચ, 2026ના રોજ રાત્રે 00:01 વાગ્યાથી (આજે રાત્રે 12 વાગ્યે અને 1 મિનિટે) તમામ નવા બુકિંગ પર આ વધારાનો ચાર્જ વસૂલવામાં આવશે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલી યુદ્ધની સ્થિતિને કારણે વિમાનના ઈંધણ (ATF)ના ભાવમાં 85 ટકાથી વધુનો તોતિંગ વધારો થયો છે, જેના પરિણામે એરલાઈને આ નિર્ણય લીધો હોવાનું જણાવ્યું છે.

App Store

યુદ્ધના કારણે હવાઈ મુસાફરી મોંઘી, એર ઈન્ડિયા બાદ ઈન્ડિગોએ ફ્યુઅલ ચાર્જમાં કર્યો વધારો, જાણો નવો ચાર્જ 2 - image

હવાઈ ટિકિટ મોંઘી
નવા ફ્યુઅલ ચાર્જની જાહેરાત પ્રમાણે ભારતમાં ડોમેસ્ટિક રૂટ અને ઈન્ડિયન સબકોન્ટિનેન્ટ (ભારતીય ઉપખંડ)ના રૂટ પર મુસાફરોએ 425 રૂપિયા વધારાના ચૂકવવા પડશે. આ ઉપરાંત, આંતરરાષ્ટ્રીય રૂટ પર આ ચાર્જ વધુ રહેશે, જેમાં મધ્ય પૂર્વ માટે 900 રૂપિયા અને યુરોપના રૂટ પર સૌથી વધુ 2,300 રૂપિયા સુધીનો ફ્યુઅલ ચાર્જ વસૂલવામાં આવશે. એરલાઇને જણાવ્યું છે કે, 'ઓપરેટિંગ ખર્ચમાં થયેલા અચાનક વધારાને કારણે આ પગલું લેવું અનિવાર્ય બન્યું છે'. આ નવો ચાર્જ 14 માર્ચની (આજે રાત્રે 12 વાગ્યે અને 1 મિનિટે) મધરાતની લાગુ થશે. જેની સીધી અસર હવાઈ ટિકિટ પર પડશે.

ઈન્ડિગોએ જાહેર કરેલો નવો ફ્યુઅલ ચાર્જ

-ભારતમાં સ્થાનિક ઉડાન(ડોમેસ્ટિક):  425 રૂપિયા

-ઈન્ડિયન સબકોન્ટિનેન્ટ: 425 રૂપિયા

-મધ્ય પૂર્વ: 900 રૂપિયા

-દક્ષિણ પૂર્વ એશિયા અને ચીન: 1,800 રૂપિયા

-આફ્રિકા અને પશ્ચિમ એશિયા: 1,800 રૂપિયા

-યુરોપ: 2,300 રૂપિયા

મહત્વનું છે કે, આ પહેલા 10 માર્ચે એર ઇન્ડિયા ગૃપ દ્વારા  સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય રૂટ પર ફ્યુઅલ સરચાર્જ વધારવાની જાહેરાત કરી હતી, જેમાં ડોમેસ્ટિક ફ્લાઈટમાં 399 રૂપિયા તો મિડલ ઈસ્ટમાં 900 રૂપિયા, દક્ષિણ પૂર્વ એશિયાના દેશોના ફ્લાઈટ માટે અંદાજિત 1800નો વધારો કર્યો હતો. મહત્વનું છે કે એવિએશન ટર્બાઈન ફ્યુઅલ (ATF) એરલાઇનના સંચાલન ખર્ચના લગભગ 40% હિસ્સો ધરાવે છે, જેના કારણે ફ્યુઅલ સરચાર્જ વધારી ટિકિટના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.