Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : https://bit.ly/GujaratWeatherAlert2026

VIDEO: ભરઉનાળે માવઠાની આફત: ગુજરાતના 15થી વધુ જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી, ખેડૂતો ચિંતાતુર

Timeછેલ્લું અપડેટ : 13 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: ગુજરાતના વાતાવરણમાં આગામી થોડા દિવસોમાં મોટો ઉથલપાથલ જોવા મળવા જઈ રહ્યો છે. એકતરફ સૂર્યદેવ આકરા મિજાજમાં છે, તો બીજી તરફ મેઘરાજા પણ પધરામણી કરવાની તૈયારીમાં છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસના જણાવ્યા અનુસાર, રાજ્યમાં આગામી 24 કલાક હીટવેવની સ્થિતિ રહેશે, જે બાદ કમોસમી વરસાદ રાજ્યને ધમરોળશે.

App Store

24 કલાક કાળઝાળ ગરમીની ચેતવણી
ઉત્તર-પશ્ચિમ દિશાના ગરમ પવનો ફૂંકાવાને કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં ગરમીનો પારો આસમાને પહોંચ્યો છે. હવામાન વિભાગે આગામી 24 કલાક માટે કચ્છ, રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લામાં હીટવેવની (Heatwave) ગંભીર આગાહી કરી છે. આ દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજવાળા અને ગરમ પવનોને કારણે અસહ્ય બફારો અને ગરમીનો અનુભવ થશે. જોકે, રાહતની વાત એ છે કે આવતીકાલથી તાપમાનમાં આંશિક ઘટાડો થવાની શક્યતા છે.

 મેઘરાજાની એન્ટ્રી: 18 અને 19 માર્ચે વરસાદ
ગરમીના કહેર વચ્ચે હવે કમોસમી વરસાદ (Unseasonal Rain) ખેડૂતો અને નાગરિકોની ચિંતામાં વધારો કરશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને પગલે 18 અને 19 માર્ચના રોજ ગુજરાતના વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.

18 માર્ચની આગાહી: કચ્છ, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

19 માર્ચની આગાહી: આ દિવસે વરસાદનો વ્યાપ વધશે. કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ જેવા સૌરાષ્ટ્રના વિસ્તારો તેમજ વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત અને તાપી સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

ખેડૂતો માટે ચિંતાના વાદળો
માર્ચ મહિનામાં પડનારો આ કમોસમી વરસાદ તૈયાર રવિ પાક માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. ખાસ કરીને જીરું, વરિયાળી અને રાયડા જેવા પાકોને લઈ ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. હવામાન વિભાગે માર્કેટ યાર્ડમાં રાખેલા અનાજને સુરક્ષિત સ્થળે ખસેડવાની પણ સલાહ આપી છે.