IPL 2025 પહેલા ધોનીની મુશ્કેલી વધી, હાઇકોર્ટે મોકલી નોટિસ; જાણો શું છે કારણ
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને ઝારખંડ હાઇકોર્ટે નોટિસ ફટકારી છે. જસ્ટિસ એસકે દ્વિવેદીની કોર્ટે પ્ર

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને ઝારખંડ હાઇકોર્ટે નોટિસ ફટકારી છે. જસ્ટિસ એસકે દ્વિવેદીની કોર્ટે પ્રાર્થી મિહિર દિવાકરની અરજી પર સુનાવણી કરતા ધોનીને નોટિસ ફટકારી પોતાનો પક્ષ મુકવાનો આદેશ આપ્યો છે. ધોનીએ પ્રાર્થી વિરૂદ્ધ રાંચી સિવિલ કોર્ટમાં 15 કરોડ રૂપિયાની છેતરપિંડીને લઇને ફરિયાદ નોંધાવી હતી.
શું છે ઘટના?
મિહિર દિવાકર અને સોમ્યા દાસ 'આરકા સ્પોર્ટ્સ એન્ડ મેનેજમેન્ટ લિમિટેડ'ના ડિરેક્ટર છે. બન્નેએ ધોની સાથે તેના નામ પર એક ક્રિકેટ એકેડમી ખોલવા માટે સમજૂતિ કરી હતી. જોકે, કેટલાક સમય બાદ ધોનીએ મિહિર દિવાકર અને સોમ્યા દાસ ઉપર છેતરપિંડીનો આરોપ લગાવ્યો હતો. ધોનીએ પાંચ જાન્યુઆરીએ ઝારખંડના પાટનગર રાંચીમાં તેમના વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચો: IPL: દિલ્હી કેપિટલ્સે મુનાફ પટેલને સોંપી મોટી જવાબદારી, 2011માં વર્લ્ડકપ જીતાડવામાં દેખાડ્યો હતો દમ
15 કરોડની છેતરપિંડીનો આરોપ
ફરિયાદમાં મહેન્દ્રસિંહ ધોનીએ આરો લગાવ્યો હતો કે તેની સાથે 15 કરોડ રૂપિયાની છેતરપિંડી થઇ છે. ધોનીએ દાવો કર્યો છે કે વર્ષ 2021માં તેને એકેડમી માટે સમજૂતિના અધિકાર રદ કરી દીધા હતા. જોકે, તે બાદ પણ મિહિર દિવાકર અને સોમ્યા દાસ દ્વારા તેમના નામનો ઉપયોગ ચાલુ રખાયો હતો. રાંચીના ન્યાયિક મેજિસ્ટ્રેટની અદાલત દ્વારા દિવાકર અને દાસ વિરુદ્ધ સંજ્ઞાન લેવામાં આવ્યું હતું. જોકે,નેએ આ મામલે ઝારખંડ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. હવે આ ઘટનામાં ઝારખંડ હાઇકોર્ટે ધોનીને કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો છે.
IPL 2025માં રમશે ધોની
IPL 2025માં પણ ધોની ચેન્નાઇ સુપર કિંગ્સ તરફથી રમતો જોવા મળશે. એમએસ ધોનીએ તાજેતરમાં રમવાના સંકેત આપ્યા હતા. ધોનીને ચેન્નાઇ સુપરકિંગ્સે રિટેન કર્યો છે.






