મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'ક્યારેક CBI, ક્યારેક ED...મારી છબી ખરાબ કરવા ભાજપે અઢળક પૈસા વાપર્યા' આ રાજ્યના CMએ કર્યો દાવો

ઝારખંડમાં વિધાનસભા ચૂંટણી પહેલાં ઝારખંડ મુક્તિ મોરચા અને ભાજપ વચ્ચે તણાવ વધી રહ્યો છે. મુખ્ય

'ક્યારેક CBI, ક્યારેક ED...મારી છબી ખરાબ કરવા ભાજપે અઢળક પૈસા વાપર્યા' આ રાજ્યના CMએ કર્યો દાવો

ઝારખંડમાં વિધાનસભા ચૂંટણી પહેલાં ઝારખંડ મુક્તિ મોરચા અને ભાજપ વચ્ચે તણાવ વધી રહ્યો છે. મુખ્યમંત્રી હેમંત સોરેને સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ શેર કરીને કહ્યું કે, 'જો હિંમત હોય તો સામે આવીને લડો, કાયરની જેમ પાછળથી વાર કેમ કરો છો?' સોરેને સમાચારની હેડલાઇન પણ પોસ્ટ કરી, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, તેમની છબી ખરાબ કરવા માટે ખૂબ પૈસા ખર્ચવામાં આવ્યા છે. 

સોરેને શું કહ્યું? 

પોસ્ટમાં હેમંત સોરેને કહ્યું કે, 'ક્યારેક ઈડી, ક્યારેક સીબીઆઈ, ક્યારેક બીજી કોઈ એજન્સી- અને ક્યારેક કોઈક બીજું. હવે મારી છબી ખરાબ કરવા માટે અરબો રૂપિયા ખર્ચ કરવામાં આવી રહ્યાં છે.'

આ પણ વાંચો: VIDEO/ જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં જબરદસ્ત હંગામો, ધારાસભ્યો વચ્ચે ધક્કા-મુક્કી અને મારામારી

 

ભાજપ પર કર્યાં પ્રહાર

સોરેને ભાજપ પર આરોપ લગાવતાં કહ્યું કે, ભાજપના શાસનમાં પાંચ વર્ષમાં 11 લાખ રાશન કાર્ડ રદ કરી દેવાયા છે. આ દરમિયાન જેપીએસસીની પરીક્ષાઓનું આયોજન નથી કરવામાં આવ્યું. ભાજપે વિધવા પેન્શનને પણ નથી વધારી. ભાજપ શાસનમાં પાંચ વર્ષમાં રાજ્યમાં અનેક લોકો ભૂખથી કેમ મૃત્યુ પામ્યા? પાંચ વર્ષમાં યુવાનોને સાઇકલ રિપેર કરવા અને કેળા વેચવાની સલાહ કેમ આપવામાં આવી? સોરેને વધુમાં કહ્યું કે, જો અમારી સરકાર ચૂંટાય છે, તો લોકો અમે ઝારખંડના દરેક વ્યક્તિના હિતમાં કામ કરતા રહીશું. 

બે તબક્કામાં થશે ચૂંટણી

તમને જણાવી દઈએ કે, ઝારખંડની 81 વિધાનસભા બેઠકો માટે 13 અને 20 નવેમ્બરે બે તબક્કામાં મતદાન થશે અને 23 નવેમ્બરે પરિણામ જાહેર થશે. ચૂંટણીમાં કુલ 2.6 કરોડ મતદાતાઓ સામેલ થશે. 1.31 કરોડ પુરૂષ અને 1.29 કરોડ મહિલા મતદાતા, તેમજ 11.84 લાખ ફર્સ્ટ ટાઇમ વોટર અને 66.84 લાખ યુવા મતદાતા સામેલ છે. 2020ની વિધાનસભા ચૂંટણીમાં ઝારખંડ મુક્તિ મોરચા (JMM)એ 30 બેઠકો જીતી હતી. વળી, ભાજપના ખાતામાં 25 અને કોંગ્રેસે 16 બેઠકો પર જીત હાંસલ કરી હતી.

આ સમાચાર શેર કરો