મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

HCના જજે મુસ્લિમ વિસ્તારને મિની પાકિસ્તાન કહેવાનો મામલો, SCની કડક ટિપ્પણી, માંગ્યો જવાબ

સુપ્રિમ કોર્ટે કર્ણાટક હાઈકોર્ટના ન્યાયાધીશની ટિપ્પણી પર સ્વતઃ સંજ્ઞાન લીધું છે. કર્ણા

HCના જજે મુસ્લિમ વિસ્તારને મિની પાકિસ્તાન કહેવાનો મામલો, SCની કડક ટિપ્પણી, માંગ્યો જવાબ

સુપ્રિમ કોર્ટે કર્ણાટક હાઈકોર્ટના ન્યાયાધીશની ટિપ્પણી પર સ્વતઃ સંજ્ઞાન લીધું છે. કર્ણાટક હાઈકોર્ટના જજે એક કેસની સુનાવણી દરમિયાન બેંગલુરુના મુસ્લિમ વિસ્તારને મિની પાકિસ્તાન ગણાવી દીધું હતું. હવે આ મામલે સુપ્રીમ કોર્ટે કર્ણાટક હાઈકોર્ટ પાસે જવાબ માંગ્યો છે.

એક રિપોર્ટ અનુસાર, CJI જસ્ટિસ ચંદ્રચુડ, જસ્ટિસ રાજીવ ખન્ના, જસ્ટિસ બીઆર ગવઈ, જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ હૃષિકેશ રોયની બેંચે કર્ણાટક હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલ પાસેથી આ બાબતનો રિપોર્ટ માંગ્યો છે. બેન્ચે કહ્યું, "ન્યાયિક સુનાવણી દરમિયાન કર્ણાટક હાઈકોર્ટના જસ્ટિસ વી શ્રીશાનંદ દ્વારા કરવામાં આવેલા કેટલાક નિવેદનો તરફ અમારું ધ્યાન દોરવામાં આવ્યું છે. અમે એજી અને એસજી પાસેથી સલાહ માંગી છે.

CJIએ કહ્યું કે અમે કર્ણાટક હાઈકોર્ટના ન્યાયાધીશને વિનંતી કરીએ છીએ કે તેઓ હાઈકોર્ટના ચીફ જસ્ટિસના નિર્દેશો લઈને રિપોર્ટ સબમિટ કરે. મુખ્ય ન્યાયાધીશે આ માટે બે દિવસનો સમય આપ્યો છે. અમે હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલને પણ આ બાબતે કોર્ટમાં રિપોર્ટ સબમિટ કરવા માટે કહ્યું છે. કોર્ટ આ અંગે માર્ગદર્શિકા જારી કરશે. આ કેસની આગામી સુનાવણી 25 સપ્ટેમ્બરે થશે.

CJI ચંદ્રચુડે જજની ટિપ્પણીને ધ્યાનમાં લેતા એટર્ની જનરલ આર વેંકટરામણીને કહ્યું, અમે કેટલીક મૂળભૂત માર્ગદર્શિકા નક્કી કરી શકીએ છીએ. CJIએ કહ્યું કે, સોશિયલ મીડિયાના આ યુગમાં આપણી ઉપર સખત નજર રાખવામાં આવે છે. આપણે સજાગ બનીને કામ કરવું જોઈએ.

જસ્ટિસ શ્રીશાનંદના બે વીડિયો થયા વાયરલ 

જણાવી દઈએ કે, કર્ણાટક હાઈકોર્ટના જજ જસ્ટિસ શ્રીશાનંદના બે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેમાં તેઓ વિવાદાસ્પદ ટિપ્પણી કરતા જોવા મળે છે. જસ્ટિસ શ્રીશાનંદે 28 ઓગસ્ટના રોજ એક કેસની સુનાવણી દરમિયાન કર્ણાટકના ગોરી પલ્યા (મુસ્લિમ પ્રભુત્વ ધરાવતો વિસ્તાર)ને પાકિસ્તાન ગણાવ્યું હતું. શ્રીશાનંદાએ કહ્યું હતું કે ગોરી પાલ્યામાં એક ઓટોમાં 10 લોકો છે, ત્યાં કાયદો લાગુ નથી થતો, ગોરી પાલ્યાથી મૈસૂર ફ્લાયઓવર સુધીનો વિસ્તાર પાકિસ્તાનમાં છે, ભારતમાં નથી. અહીં કાયદો લાગુ પડતો નથી અને આ સત્ય છે. જસ્ટિસ નંદા રેન્ટ કંટ્રોલ એક્ટ સંબંધિત કેસની સુનાવણી કરી રહ્યા હતા. 

આ ઉપરાંત બીજા વીડિયોમાં તેઓ મહિલા વકીલને અશોભનિય શબ્દોમાં મજાક કરે છે.  

આ સમાચાર શેર કરો