મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

હરિયાણાના ADGPએ કરી આત્મહત્યા, CM સૈની સાથે વિદેશ પ્રવાસે ગયા છે IAS પત્ની

હરિયાણાના સીનિયર પોલીસ અધિકારી અને વર્તમાનમાં ADGP પદ પર તૈનાત વાઇએસ પૂરને ચંદીગઢના સેક્ટર 11માં ખુદ

હરિયાણાના ADGPએ કરી આત્મહત્યા, CM સૈની સાથે વિદેશ પ્રવાસે ગયા છે IAS પત્ની

હરિયાણાના સીનિયર પોલીસ અધિકારી અને વર્તમાનમાં ADGP પદ પર તૈનાત વાઇએસ પૂરને ચંદીગઢના સેક્ટર 11માં ખુદને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે. પૂરનના પત્ની એક IAS અધિકારી છે અને તે જાપાનમાં મુખ્યમંત્રી નાયબસિંહ સૈની સાથે ગયા છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.

હરિયાણાના પોલીસ વિભાગમાં સીનિયર પદ પર તૈનાત ADGP વાઇએસ પૂરને ચંદીગઢમાં ખુદને ગોળી મારી આત્મહત્યા કરી લીધી છે. આ ઘટના સેક્ટર-11માં બની હતી.જોકે, આત્મહત્યાનું કારણ જાણવા મળ્યું નથી. ઘટનાની સૂચના મળતા જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી હતી અને શબને કબ્જામાં લઇને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો છે.

મળતી માહિતી અનુસાર, ADGPના પત્ની IAS અધિકારી છે અને આ સમયે જાપાનમાં મુખ્યમંત્રી નાયબસિંહ સૈની સાથે કાર્યરત છે. તંત્રએ તરત જ ઘટનાસ્થળે પહોંચીને જરૂરી કાર્વયાહી શરૂ કરી છે. 

ADGP પૂરનને તેમના કામ અને ઇમાનદારી માટે ઓળખવામાં આવતા હતા, તેમના અચાનક મોતથી શોકની લહેર છે. અધિકારીઓનું કહેવું છે કે આત્મહત્યા પાછળનું સાચુ કારણ જાણવાનો પ્રયાસ ચાલુ છે. તમામ સંભવિત પાસા પર તપાસ કરીને ઘટનાનો નિષ્પક્ષ ખુલાસો કરવામાં આવશે.

આ સમાચાર શેર કરો