અમેરિકામાં રહેલા ભારતીયો માટે ખુશખબરી, દેશમાં પરત ફર્યા વિના થઈ જશે H1B વિઝા રિન્યુઃ લાગુ થશે નવા નિયમ
એચ-1બી વિઝા વિવાદ વચ્ચે અમેરિકા નવી પોલિસી રજૂ કરવા સજ્જ બન્યું છે. અમે

એચ-1બી વિઝા વિવાદ વચ્ચે અમેરિકા નવી પોલિસી રજૂ કરવા સજ્જ બન્યું છે. અમેરિકાએ એચ-1બી વિઝાધારકોના વિઝા અમેરિકા છોડ્યા વિના જ ઝડપથી રિન્યુ કરતો પ્રોગ્રામ લોન્ચ કર્યો છે. નવી દિલ્હીમાં અમેરિકન એમ્બેસીએ જાહેર કરેલી નોટિફિકેશન અનુસાર, અમેરિકામાં એચ-1બી વિઝાધારકોએ હવે વિઝા રિન્યુ કરાવવા માટે પરત વતન ફરવું પડશે નહીં.
આ પણ વાંચોઃ ગુજરાતમાં HMPV વાયરસનો પ્રથમ કેસ, 2 મહિનાનો બાળક પોઝીટીવ, જાણો હવે કેવી છે તબિયત
એચ-1બી વિઝાધારકો માટે રિન્યુઅલ પહેલ આ વર્ષથી જ લાગુ થશે. જે લાખો ભારતીય એચ-1બી વિઝાધારકોના વિઝા ઝડપથી રિન્યુ કરી આપશે. અમેરિકામાં આ પ્રોગ્રામનો પાયલોટ પ્રોજેક્ટ સફળ રહેતાં તેને સમગ્ર દેશમાં લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ ચીનમાંથી જ કેમ ખતરનાક વાયરસ વિશ્વભરમાં ફેલાય છે? છેલ્લા 100 વર્ષમાં 4 મહામારી ફેલાઈ
શું છે એચ-1બી વિઝા નિયમો
ભારતમાંથી સ્કિલ્ડ પ્રોફેશનલ્સ એચ-1બી વિઝા મારફત અમેરિકામાં કામ અને વસવાટ કરતાં હોય છે. જેના વિઝા રિન્યુ કરવા માટે તેઓએ પરત પોતાના વતન આવવું પડે છે. જો કે, આ નવા પાયલોટ પ્રોજેક્ટ હેઠળ હજારો એચ-1બી વિઝાધારકોના વિઝા વતન પરત ફર્યા વિના જ ઝડપથી રિન્યુ કરી આપવામાં આવ્યા છે.
એચ-1બી વિઝા રિન્યુ પ્રક્રિયા સરળ અને ઝડપી બનશે
એચ-1બી વિઝા રિન્યુ પ્રક્રિયા નવા રિન્યુઅલ પ્રોગ્રામ 2025 મારફત ઝડપી અને સરળ બનશે. જેના માટે એપોઈન્ટમેન્ટ સ્લોટ લેવા માટે લાગતો સમય બચશે. એકબાજુ અમેરિકામાં એચ-1બી વિઝા મુદ્દે વિવાદ વકર્યો છે, જ્યારે બીજી બાજુ તેને સરળ બનાવતી પોલિસી ઘડવામાં આવી રહી છે.
એચ-1બી વિઝાધારકોમાં ભારતીયોનું પ્રમાણ વધુ
અમેરિકામાં એચ-1બી વિઝા ધરાવતા લોકોમાં ભારતીયોનું પ્રમાણ હંમેશાથી વધુ રહ્યું છે. 2022માં 3.20 લાખ એચ-1બી વિઝા મંજૂર થયા હતા, જેમાં 77 ટકા વિઝા ભારતીયોને મળ્યા હતા. 2023માં પણ 3,86,000 વિઝામાંથી 72.3 ટકા વિઝા ભારતીયોને મળ્યા હતા.
અમેરિકન્સનો ભારે વિરોધ
એચ-1બી વિઝાના કારણે અમેરિકન્સની રોજગારી છીનવાઈ રહી હોવાનો આરોપ મૂકતાં ભારે વિરોધ દર્શાવી રહ્યા છે. અમેરિકાના નાગરિકો નવા રાષ્ટ્રપતિને ઈમિગ્રેશન અને એચ-1બી પોલિસી આકરી બનાવવા માગ કરી રહ્યા છે. અમેરિકાની ટેક્નોલોજી કંપનીઓ ભારત અને ચીન જેવા દેશોમાંથી દરવર્ષે હજારો સ્કિલ્ડ પ્રોફેશનલ્સની ભરતી એચ-1બી વિઝા હેઠળ કરે છે.
20 જાન્યુઆરીએ ટ્રમ્પ શપથ લેશે
ટ્રમ્પ 20 જાન્યુઆરીએ અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ પદે શપથ લેશે. તેઓ છેલ્લા કેટલાક સપ્તાહથી ઈમિગ્રેશન પોલિસી અને એચ-1બી વિઝાને સમર્થન આપતાં નિવેદનો આપી રહ્યા હતા. જેના પગલે તેમના જ સમર્થકો અને અમેરિકાના નાગરિકો વચ્ચે બે ફાટ પડી છે. કેટલાક લોકોએ એચ-1બી વિઝાને સમર્થન આપ્યું છે, તો કેટલાકે તેનો વિરોધ કર્યો છે.








