Video: ગોપાષ્ટમીની ભવ્ય ઉજવણી

આસામના ડિબ્રુગઢમાં શ્રી ગોપાલ ગૌશાળા ખાતે 125મી ગોપાષ્ટમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો ગૌપૂજન માટે એકત્રિત થયા હતા. ભક્તોએ પરંપરાગત વિધિ મુજબ ગાયોની પૂજા-અર્ચના કરી હતી. ગાયોને તિલક કરી ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા અને આરતી ઉતારવામાં આવી હતી. સમગ્ર ગૌશાળા પરિસરમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. ધાર્મિક પરંપરા અને ગૌસેવાના સંદેશ સાથે ગોપાષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી.
જાહેરાત















