મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

લદ્દાખને લઇને મોદી સરકારનો મોટો નિર્ણય, પાંચ નવા જિલ્લા બનાવવાની જાહેરાત

કેન્દ્ર સરકારે લદ્દાખમાં પાંચ નવા જિલ્લા બનાવવાની જાહેરાત કરી છે. લદ્દાખમાં જાંસ્કર,

લદ્દાખને લઇને મોદી સરકારનો મોટો નિર્ણય, પાંચ નવા જિલ્લા બનાવવાની જાહેરાત

કેન્દ્ર સરકારે લદ્દાખમાં પાંચ નવા જિલ્લા બનાવવાની જાહેરાત કરી છે. લદ્દાખમાં જાંસ્કર, દ્રાસ, શામ, નુબ્રા અને ચાંગથાંગ પાંચ નવા જિલ્લા હશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઓફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલ એક્સ પર એક પોસ્ટ શેર કરીને આ જાણકારી આપી હતી.

લદ્દાખમાં પાંચ નવા જિલ્લા બનાવવામાં આવ્યા

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરતા કહ્યું, 'એક વિકસિત અને સમૃદ્ધ લદ્દાખના નિર્માણ માટે પીએમ નરેન્દ્ર મોદીના દ્રષ્ટિકોણને કારણે ગૃહમંત્રાલયે કેન્દ્રશાસિત પ્રદેશમાં પાંચ નવા જિલ્લા બનાવવાની જાહેરાત કરી છે. નવા જિલ્લા જાંસ્કર, દ્રાસ, શામ, નુબ્રા અને ચાંગથાંગ હશે. અમે દરેક નુક્કડ અને ગલીમાં શાસનને મજબૂત કરીને લોકો માટે લાભને તેમના દરવાજા સુધી લઇ જઇશું. મોદી સરકાર લદ્દાખના લોકો માટે દરેક શક્ય તક ઉભી કરવા માટે પ્રતિબદ્ધ છે.'

આ સમાચાર શેર કરો