સરકાર વકફ સાથે જોડાયેલા 2 બિલ સંસદમાં લાવશે, બોહરા-આગાખાની માટે અલગ બોર્ડ બનશે
કેન્દ્ર સરકાર વકફ બોર્ડ અધિનિયમમાં મોટા સંશોધન કરવાની તૈયારીમાં છે. સરકાર વકફ સાથે જોડાયેલા બે બ

કેન્દ્ર સરકાર વકફ બોર્ડ અધિનિયમમાં મોટા સંશોધન કરવાની તૈયારીમાં છે. સરકાર વકફ સાથે જોડાયેલા બે બિલ સંસદમાં લાવવા જઇ રહી છે. આ સુધારાને લઇને સરકારના બિલની કૉપી જાહેર થઇ છે. સરકાર હવે જે બિલ લાવવાની છે તેમાં શું ખાસ છે તેના વિશે જાણીયે...
પ્રથમ બિલ દ્વારા મુસલમાન વકફ કાયદા 1923ને સમાપ્ત કરવામાં આવશે જ્યારે બીજા બિલ દ્વારા વકફ કાયદા 1995માં મહત્ત્વપૂર્ણ સંશોધન થશે.
કેન્દ્ર સરકાર વકફ બોર્ડ અધિનિયિમ સંશોધન બિલ 2024 દ્વારા 44 સંશોધન કરવા જઇ રહી છે. સરકારે કહ્યું કે આ બિલ લાવવાનો ઉદ્દેશ્ય વકફ સંપત્તિઓના સારા મેનેજમેન્ટ અને સંચાલનનો છે જેમાં વકફ કાયદા 1995ના સેક્શન 40ને હટાવવામાં આવી રહ્યો છે જેના હેઠળ વકફ બોર્ડને કોઇ પણ સંપત્તિને વકફની સંપત્તિ જાહેર કરવાનો અધિકાર હતો.
વકફ કાયદા 1995નું નામ બદલીને વકફ મેનેજમેન્ટ, સશક્તિકરણ, કાર્યક્ષમતા અને વૃદ્ધઇ અધિનિયમ, 1995 હશે. કેન્દ્રીય વકફ પરિષદ અને રાજ્ય વકફ બોર્ડમાં મુસ્લિમ અને ગેર મુસ્લિમોનું યોગ્ય પ્રતિનિધિત્ત્વ હશે. મુસ્લિમ સમુદાયોમાં અન્ય પછાત વર્ગો; શિયા, સુન્ની, બોહરા, આગાખાનીનું પ્રતિનિધિત્ત્વ કરવામાં આવશે.
આ સાથે જ મહિલાઓને યોગ્ય પ્રતિનિધિત્વ આપવામાં આવશે. કેન્દ્રીય પરિષદ અને રાજ્ય વકફ બોર્ડમાં બે મહિલાઓને રાખવા જરૂરી હશે. એક કેન્દ્રીય પોર્ટલ અને ડેટાબેસના માધ્યમથી વકફ રજિસ્ટ્રેશનની રીતને સુવ્યવસ્થિત કરવી પડશે. આ સાથે જ બે સભ્યો સાથે ટ્રિબ્યૂનલ સંરચનામાં સુધારો કરવો પડશે. બીજી તરફ ટ્રિબ્યૂનલના આદેશો વિરૂદ્ધ હાઇકોર્ટમાં અપીલ માટે 90 દિવસનો સમય નક્કી કરવામાં આવ્યો છે. વકફ સંપત્તિઓના સર્વેક્ષણ માટે સર્વે કમિશનનો અધિકાર કલેક્ટર અથવા કલેક્ટર દ્વારા નક્કી કરવામાં આવેલા ડેપ્યુટી કલેક્ટર હશે.
બોહરા અને આગાખાનીઓ માટે અલગ બોર્ડ
બોહરા અને આગાખાનીઓ માટે અલગ બોર્ડની સ્થાપનાની જોગવાઇ કરવામાં આવી છે. કોઇ પણ સંપત્તિને વકફના રૂપમાં નક્કી કર્યા પહેલા તમામ સંબંધિતોને યોગ્ય નોટિસ આપવામાં આવશે.
વકફ પરિષદમાં કેન્દ્રીય મંત્રી, ત્રણ સાંસદ, મુસ્લિમ સંગઠનોના ત્રણ વ્યક્તિ, મુસ્લિમ કાયદાના ત્રણ જાણકાર, સુપ્રીમ કોર્ટ અથવા હાઇકોર્ટના બે પૂર્વ જજ, એક વકીલ, રાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા ચાર લોકો, ભારત સરકારના સંયુક્ત સચિવ સામેલ હશે જેમાં બે મહિલાનું હોવું પણ જરૂરી હશે.








