મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ભાજપ- RSSના સંબંધો ઠીક નથી? BJP રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગીમાં વિલંબ મુદ્દે ગડકરીનો જવાબ

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી વારંવાર મુલતવી રહી છે. રાજકીય નિષ

ભાજપ- RSSના સંબંધો ઠીક નથી? BJP રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગીમાં વિલંબ મુદ્દે ગડકરીનો જવાબ

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી વારંવાર મુલતવી રહી છે. રાજકીય નિષ્ણાંતોમાં એવી ચર્ચા થઈ રહી છે કે ભગવા પાર્ટીના ટોચના પદ માટે ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)માં  કોઈ એક પર સહમતિ થઈ શકી નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે RSS અને BJP ના ટોચના નેતૃત્વ વચ્ચે સંકલનનો અભાવ સ્પષ્ટ વર્તાઈ રહ્યો છે. જેને પગલે જેપી નડ્ડાનો કાર્યકાળ લંબાઈ રહ્યો છે. પાર્ટીના પૂર્વ પ્રમુખ અને મોદી સરકારમાં શક્તિશાળી મંત્રી નીતિન ગડકરીને આવો સવાલ કરાતા તેમણે સ્પષ્ટ જવાબ આપ્યો હતો.

ભાજપમાં શું ચાલી રહ્યું છે? છેલ્લા કેટલાય સમયથી રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગીમાં કેમ વિલંબ થઈ રહ્યો છે. શું ભાજપ અને RSS ના સંબંધોમાં તિરાડ આવી છે? રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગીમાં શું સમસ્યા છે? આવા અનેક સવાલોનો મારો થતાં જ હાજરજવાબી નીતિન ગડકરીએ હસીને કહ્યું કે, તમારો સવાલ માન્ય પરંતુ તમે ખોટા વ્યક્તિને પૂછી રહ્યા છો. તમારે આ મુદ્દે ભાજપના વર્તમાન રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને પૂછવું જોઈએ. આનો જવાબ આપવા માટે તેઓ યોગ્ય વ્યક્તિ છે.

જોકે તાજેતરના સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનેક વખત RSS અને મોહન ભાગવતની પ્રશંસા કરી છે. 15 ઓગસ્ટે લાલ કિલ્લાની પ્રાચીર પરથી RSSને વિશ્વનો સૌથી મોટો એનજીઓ ગણાવ્યો હતો. મોહન ભાગવતના 75મા જન્મદિવસ પર વિવિધ અખબારોમાં સંપાદકીય લેખોમાં તેમની પ્રશંસા પણ કરી હતી. અમિત શાહે પણ કહ્યું હતું કે આરએસએસ સ્વયંસેવક બનવું ક્યારેય નકારાત્મક મુદ્દો ન હોઈ શકે.

જણાવી દઈએ કે ભાજપમાં રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી છેલ્લા કેટલાય સમયથી માથાનો દુખાવો બન્યો છે. વર્તમાન અધ્યક્ષ જેપી નડ્ડા વર્ષ 2020થી ભાજપ પ્રમુખ છે. જેમનો કાર્યકાળ લંબાવવામાં આવી રહ્યો છે. જેપી નડ્ડાની અગાઉ અમિત શાહ સતત બે ટર્મ ભાર્જ પ્રમુખ રહ્યા હતા. નીતિન ગડકરી પણ વર્ષ 2010થી 2013 સુધી રાષ્ટ્રીય અધ્યક્ષ રહ્યા હતા. 

આ સમાચાર શેર કરો