'આલંદમાં આવો પ્રયાસ થતા FIR દાખલ કરાવી હતી', રાહુલ ગાંધીના આક્ષેપ બાદ ચૂંટણી પંચે કર્યો સ્વીકાર
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સ સમાપ્ત થયા પછી તુરંત જ તેમના આક્ષેપોનો ચૂંટણી પંચે જવાબ આ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સ સમાપ્ત થયા પછી તુરંત જ તેમના આક્ષેપોનો ચૂંટણી પંચે જવાબ આપ્યો છે. ચૂંટણી પંચે જણાવ્યું કે, રાહુલ ગાંધીના આરોપો પાયાવિહોણા છે. પંચે જણાવ્યું કે કોઈ પણ મત ઓનલાઈન ડિલીટ કરી શકાતા નથી. ભારતીય ચૂંટણી પંચ (ECI) એ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર પર લગાવવામાં આવેલા આરોપોને પાયાવિહોણા અને ખોટા ગણાવ્યા છે.
પંચે આલંદ બેઠક મુદ્દે શું કહ્યું
રાહુલ ગાંધીએ વોટ ડિલિટ મુદ્દે કરેલી પ્રેસ કોન્ફરન્સમાં આરોપ લગાવ્યો હતો કે, ગત ચૂંટણીમાં કર્ણાટકના આલંદ મતવિસ્તારમાંથી 6,018 મત ડિલીટ કરવામાં આવ્યા હતા. પંચે આ અંગે જવાબ આપ્યો કે, 2023માં આલંદમાં આવો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ બાબતની નોંધ લેવામાં આવી હતી. ચૂંટણી પંચે પોતે જ આ મામલે FIR દાખલ કરાવી હતી.
રાહુલ ગાંધી દ્વારા લગાવવામાં આવેલા આરોપો ખોટા અને પાયાવિહોણા છે. કોઈ પણ સામાન્ય વ્યક્તિ ઓનલાઈન વોટ ડિલીટ કરી શકતો નથી, જેમ કે રાહુલ ગાંધીએ ખોટું અર્થઘટન કર્યું છે. કોઈ પણ મતદારનું નામ વ્યક્તિને સાંભળવાની તક આપ્યા વિના કાઢી શકાતું નથી. ૨૦૨૩માં આલંદ વિધાનસભા મતવિસ્તારમાં મતદારોના નામ ડિલીટ કરવાના કેટલાક નિષ્ફળ પ્રયાસો કરવામાં આવ્યા હતા. જે મુદ્દે ચૂંટણી પંચે જ FIR દાખલ કરાવી હતી.






