મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ગડકરીએ જણાવ્યો ભારતના વિશ્વગુરૂ બનવાનો માસ્ટરપ્લાન, અમેરિકા જ નહીં આખી દુનિયા સાંભળશે

કેન્દ્રીય મંત્રી નિતિન ગૃડકરીએ ભારતને મહાશક્તિ અને વિશ્વગુરૂ બનાવવાનો માસ્ટરપ્લાન જણાવ્યો છે. ગડકરીએ

ગડકરીએ જણાવ્યો ભારતના વિશ્વગુરૂ બનવાનો માસ્ટરપ્લાન, અમેરિકા જ નહીં આખી દુનિયા સાંભળશે

કેન્દ્રીય મંત્રી નિતિન ગૃડકરીએ ભારતને મહાશક્તિ અને વિશ્વગુરૂ બનાવવાનો માસ્ટરપ્લાન જણાવ્યો છે. ગડકરીએ આ સાથે જ યુવાઓને મેસેજ આપતા કહ્યું કે જો તમે મહેનત કરશો તો દુનિયા તમારૂં સાંભળશે.

તો દુનિયા તમારૂં જ સાંભળશે-ગડકરી

ગડકરીએ કહ્યું, જો ભારત દરેક ક્ષેત્રમાં મજબૂત બનશે તો દુનિયા નિશ્ચિત થઇને તેમની વાત સાંભળશે. રોડ પરિવહન મંત્રી નાગપુરમાં રાષ્ટ્ર નિર્માણ સમિતિ (સામાજિક સંગઠન) દ્વારા આયોજિત 'અખંડ ભારત સંકલ્પ દિવસ'ના પ્રસંગે એક કાર્યક્રમમાં હાજર રહ્યાં હતા. આ દરમિયાન તેમને આ વાત કહી હતી.

ગડકરીએ શું કહ્યું?

ગડકરીએ કહ્યું, 'આપણે 'અખંડ ભારત સંકલ્પ દિવસ' યાદ કરીએ છીએ કારણ કે 1947માં આ દિવસે દેશ બે ભાગમાં વહેંચાયો હતો, ભારત અને પાકિસ્તાન. આપણે બધા એક મિશન તરીકે સ્વીકારીએ છીએ કે આપણા દેશનું વિભાજન અકુદરતી હતું અને એક દિવસ આપણો દેશ 'અખંડ' (એકતા) બનશે, આ સંકલ્પ આપણે આજે આ કાર્યક્રમમાં લઈએ છીએ.

સશસ્ત્ર દળોની કરી પ્રશંસા

ગડકરીએ ભારતની વિવિધતામાં એકતાની પ્રશંસા કરી અને દેશના સશસ્ત્ર દળોની પણ પ્રશંસા કરી હતી. ગડકરીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતને 5 ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થા, દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થાની સાથે જ આત્મનિર્ભર અને વિશ્વગુરૂ બનાવવાનો સંકલ્પ લીધો છે. ગડકરીએ કહ્યું કે આ તમામ સંકલ્પ દરેક ભારતીયના પ્રયાસોથી પૂર્ણ થશે.

કેવી રીતે ભારત બની શકે છે વિશ્વગુરૂ

ગડકરીએ વધુમાં કહ્યું કે જો આપણે દરેક ક્ષેત્રમાં મજબૂત હોઈશું, તો ચોક્કસ દુનિયા આપણી વાત સાંભળશે. જે લોકો અર્થશાસ્ત્ર, સંરક્ષણ, વિજ્ઞાન અને ટેકનોલોજીમાં મજબૂત છે, જે કૃષિ અને વેપારમાં પ્રગતિ કરી રહ્યા છે અને જે દેશના નાગરિકો દેશભક્ત અને સંસ્કારી છે, તે જ દેશ વિશ્વગુરુ બની શકે છે.

ગડકરીએ રાષ્ટ્ર નિર્માણ સમિતિની પ્રશંસા કરી કે તેમણે લોકોમાં 'અખંડ ભારત'નો વિચાર ઠાલવ્યો. ગડકરીએ માર્ગ અકસ્માતો પર પણ ચિંતા વ્યક્ત કરી અને યુવાનોમાં માર્ગ સલામતીના નિયમોનું પાલન કરવા અંગે જાગૃતિ લાવવાના મહત્ત્વ પર ભાર મૂક્યો.

આ સમાચાર શેર કરો