મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

મૈથિલી ઠાકુર BJPમાં સામેલ, બિહારની આ બેઠક પરથી લડી શકે છે વિધાનસભા ચૂંટણી

બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપમાં નવા ચહેરાને જોડવાની પ્રક્રિયા જોવા મળી રહી છે. લોકગાયિકા મૈથિલી ઠાકુર ભાજપમાં

મૈથિલી ઠાકુર BJPમાં સામેલ, બિહારની આ બેઠક પરથી લડી શકે છે વિધાનસભા ચૂંટણી

બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપમાં નવા ચહેરાને જોડવાની પ્રક્રિયા જોવા મળી રહી છે. લોકગાયિકા મૈથિલી ઠાકુર ભાજપમાં સામેલ થઇ છે. મૈથિલી ઠાકુર દરભંગાની અલીનગર બેઠક પરથી વિધાનસભા ચૂંટણી લડી શકે છે.

મૈથિલી ઠાકુર ભાજપમાં સામેલ

અલીનગર બેઠક પરથી વર્તમાન ધારાસભ્ય મિશ્રીલાલ યાદવની ટિકિટ કપાઇ શકે છે અને પાર્ટી આ બેઠક પર યુવા અને લોકપ્રિય ચહેરો લાવવાના મૂડમાં છે. મૈથિલી ટાકુરના સોશિયલ મીડિયા પર ઘણી મોટી ફેન બેસ અને મિથિલા વિસ્તારમાં લોકપ્રિયતાને જોતા ભાજપ તેને પોતાના પ્રચાર અભિયાનનો ચહેરો પણ બનાવી શકે છે. જો મૈથિલી ઠાકુરને વિધાનસભાની ટિકિટ મળે છે તો આ પ્રથમ વખત હશે જ્યારે બિહારની લોક-સંસ્કૃતિ સાથે જોડાયેલી કોઇ જાણીતી ગાયિકા રાજકીય મેદાનમાં ઉતરશે.

કોણ છે મૈથિલી ઠાકુર?

મૈથિલી ઠાકુર બિહારની જાણીતી સિંગર છે. તે દરભંગાની રહેવાસી છે. મૈથિલી લોક સંગીત માટે તે જાણીતી છે. વિદેશમાં પણ મૈથિલી કૉન્સર્ટ કરે છે. 25 વર્ષની સિંગર મિથિલા સંસ્કૃતિ માટે જાણીતી છે. બાળપણથી જ મૈથિલીને ગાવાનો શોખ છે. તે પ્લેબેક સિંગર છે. ક્લાસિકલ મ્યૂઝિકમાં તેની ટ્રેનિંગ થઇ છે. મૈથિલીએ કેટલીક ભાષામાં ગાયન પણ ગાયા છે. મૈથિલીના પિતા રમેશ ઠાકુર અને માતા ભારતી ઠાકુર મૈથિલી મ્યુઝિશિયન છે.

આ સમાચાર શેર કરો