દિલ્હી એરપોર્ટ પર મોટી દુર્ઘટના, વિમાન પાસે ઉભેલી એર ઇન્ડિયાની બસમાં લાગી આગ
દિલ્હી એરપોર્ટ પર મોટી દુર્ઘટના બની છે. ટર્મિનલ 3 પર ઉભેલી બસમાં ભીષણ આગ લાગી હતી. જોકે, દુર્ઘટના સમયે બસમાં

દિલ્હી એરપોર્ટ પર મોટી દુર્ઘટના બની છે. ટર્મિનલ 3 પર ઉભેલી બસમાં ભીષણ આગ લાગી હતી. જોકે, દુર્ઘટના સમયે બસમાં કોઇ મુસાફર હાજર નહતો. આ ઘટના મંગળવાર બપોરે તે સમયે બની જ્યારે બસ એક વિમાન પાસે ઉભી હતી.
બસનું સંચાલન એર ઇન્ડિયા STS એરપોર્ટ સર્વિસેજ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કરવામાં આવતું હતું. આ એક થર્ડ પાર્ટી પ્રોવાઇડર છે જે કેટલીક એરલાઇનની ગ્રાઉન્ડ સર્વિસ સંભાળે છે. આ આગ કેવી રીતે લાગી તેનું કારણ જાણી શકાયું નથી.
બપોરે 1 વાગ્યે IGI એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં એર ઇન્ડિયાની એક બસમાં આગ લાગવાની સૂચના મળી હતી. સૂચના મળતા જ ફાયરવિભાગ અને સ્થાનિક પોલીસની સાથે સાથે CISF સહિત અન્ય એજન્સીઓ ઘટનાસ્થળે દોડી આવી હતી.
મળતી માહિતી અનુસાર, બસમાં આગ લાગી તે સમયે કોઇ મુસાફર કે સામાન નહતો. ઘટના સમયે માત્ર ડ્રાઇવર જ બસમાં હતો. આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. ઘટનામાં કોઇના ઘાયલ થવાની સૂચના નથી. આગ લાગવાનું કારણ જાણવા માટે બસની તપાસ કરવામાં આવશે.






