મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

હાથરસમાં ભયંકર અકસ્માત, પીકઅપ- કન્ટેનર અથડાતાં 7ના મોત

ઉત્તર પ્રદેશના હાથરસમાં મોટો રોડ અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 7 લોકોના કરૂણ મોત નિપજ્ય

હાથરસમાં ભયંકર અકસ્માત, પીકઅપ- કન્ટેનર અથડાતાં 7ના મોત

ઉત્તર પ્રદેશના હાથરસમાં મોટો રોડ અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 7 લોકોના કરૂણ મોત નિપજ્યા છે. જ્યારે 10થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે મૃતદેહને કબજામાં લઈ તપાસ શરૂ કરી દીધી છે.

આ પણ વાંચોઃ VIDEO: યુપીમાં 180 વર્ષ જૂની નૂરી જામા મસ્જિદ પર ચાલ્યું યોગીનું બુલડોઝર, ગેરકાયદેસર ભાગ તોડ્યો

પ્રાપ્ત માહિતી પ્રમાણે હાથરસ જંક્શનના સિકંદ્રારાઉ રોડ પર જેતપુર ગામ નજીક બપોરે 2 વાગ્યે મુસાફરોથી ભરેલી મેક્સ પીકઅપ અને કન્ટેનર સામસામે અથડાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે પીકઅપમાં સવાર લોકો ગાડીમાંથી ઉછળીને રસ્તા પર પડ્યા હતા. આ અકસ્માતમાં 7 લોકોના મોત થઈ ગયા છે અને અન્ય ઘણા લોકો ઘાયલ થયા છે. 
 
અકસ્માતની સૂચના મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ગ્રામજનોની મદદથી પોલીસે ઘાયલોને હોસ્પિટલ ખસેડ્યા હતા. આ સાથે જ તેમણે મૃતદેહોનો કબજો લીધો હતો. પોલીસ અકસ્માતની તપાસ હાથ ધરી છે. 

ચંદપાના કુમહરાઈ ગામના રહેવાસી 20 લોકો અને તેમના સંબંધીઓ બપોરે પીકઅપ વાનમાં બેસીને એટાહના નાગલા ઈમાલિયા ગામના રહેવાસી 60 વર્ષીય કેન્સરગ્રસ્ત વૃદ્ધને જોવા માટે જઈ રહ્યા હતા. ત્યારબાદ હાથરસ જંકશન વિસ્તારમાં સલેમપુર બરેલી મથુરા રોડ નજીક જેતપુર ગામમાં કન્ટેનર મેજિક સાથે અથડાયું. ટક્કર એટલી જોરદાર હતી કે મેજિક વાહન ઘણી વખત પલટીને ખાડામાં પડી ગયું. અકસ્માતને પગલે સ્થળ પર અરેરાટી ફેલાઈ ગઈ હતી. આજુબાજુના ગ્રામજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને મેજીકમાંથી ઘાયલોને બહાર કાઢ્યા હતા.

આ સમાચાર શેર કરો