મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: યુપીમાં 180 વર્ષ જૂની નૂરી જામા મસ્જિદ પર ચાલ્યું યોગીનું બુલડોઝર, ગેરકાયદેસર ભાગ તોડ્યો

યુપીની યોગી સરકારે ગેરકાયદે બાંધકામ પર કાર્યવાહી કરતા લાલૌલી સ્થિત 180 વર્ષ જૂની નૂરી જામા મ

VIDEO: યુપીમાં 180 વર્ષ જૂની નૂરી જામા મસ્જિદ પર ચાલ્યું યોગીનું બુલડોઝર, ગેરકાયદેસર ભાગ તોડ્યો

યુપીની યોગી સરકારે ગેરકાયદે બાંધકામ પર કાર્યવાહી કરતા લાલૌલી સ્થિત 180 વર્ષ જૂની નૂરી જામા મસ્જિદ પર બુલડોઝર ચલાવ્યું છે. રોડ રસ્તા પહોળા કરવા માટે જામા મસ્જિદના કેટલાક ભાગને તોડવામાં આવ્યો છે. ભારે પોલીસ દળના તૈનાતી વચ્ચે અતિક્રમણ હેઠળના વિસ્તારો ઉપર બુલડોઝર ફેરવીને સમતળ કરવામાં આવી રહ્યા છે. એએસપી, એડીએમ, આરએએફ, પીએસી સહિત ઘણા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓનો મોટો કાફળો સ્થળ પર હાજર છે.

આ પણ વાંચોઃ રાજ્યસભા અધ્યક્ષ ધનખડ વિરુદ્ધ વિપક્ષની અવિશ્વાસ દરખાસ્ત, બંને ગૃહો દિવસભર માટે સ્થગિત કરાયા

 જણાવી દઈએ કે PWDએ 24 સપ્ટેમ્બરે રોડ પહોળો કરવાને લઈને અતિક્રમણ અભિયાન શરૂ કર્યું હતું. તે દરમિયાન મસ્જિદ કમિટી સાથે જોડાયેલા લોકોએ જાતે જ અતિક્રમણ હટાવવા માટે એક મહિનાનો સમય માંગ્યો હતો. પરંતુ નિયત સમય મર્યાદા વીતી જવા છતાં દબાણ દૂર કરવામાં આવ્યું ન હતું. દરમિયાન મસ્જિદ કમિટિ હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. હાઈકોર્ટે સુનાવણીની તારીખ 13 ડિસેમ્બર નક્કી કરી હતી, પરંતુ તે પહેલા પ્રશાસને મસ્જિદના અતિક્રમિત ભાગને તોડી પાડવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.

https://twitter.com/ANINewsUP/status/1866388312887537864
 
એડીએમ ફતેહપુર અવિનાશ ત્રિપાઠીએ કહ્યું કે, મસ્જિદ કમિટિના લોકોને પહેલા જ નોટિસ આપવામાં આવી છે. જૂની મસ્જિદ તોડી પાડવામાં આવી રહી નથી. તેની આગળના ભાગાં જે દબાણ કરીને બાંધકા કરાયું હતું. તે ભાગ ઉપર જ કાર્યવાહી કરવામાં આવી રહી છે. મસ્જિદનો એક ભાગ તોડવા માટે બે બુલડોઝરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે. સુરક્ષાની કડક વ્યવસ્થા છે. પાંચ સીઓ, 10 પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ, 200 કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને પીએસી અને આરએએફની એક કંપની સ્થળ પર હાજર છે.  સ્થળ પર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, પરંતુ સમગ્ર ડિમોલિશન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે ચાલી હતી.

આ સમાચાર શેર કરો