રાજ્યસભા અધ્યક્ષ ધનખડ વિરુદ્ધ વિપક્ષની અવિશ્વાસ દરખાસ્ત, બંને ગૃહો દિવસભર માટે સ્થગિત કરાયા
રાજ્યસભામાં હોબાળાના કારણે આજે પણ સદનની કાર્યવાહી ચાલુ રહી શકી ન હતી. સોરોસ મુદ્દે હ

રાજ્યસભામાં હોબાળાના કારણે આજે પણ સદનની કાર્યવાહી ચાલુ રહી શકી ન હતી. સોરોસ મુદ્દે હંગામાને કારણે રાજ્યસભા દિવસભર માટે સ્થગિત કરવામાં આવી છે. હોબાળા વચ્ચે અધ્યક્ષ જગદીપ ધનખડે 11 ડિસેમ્બરે સવારે 11 વાગ્યા સુધી ગૃહની કાર્યવાહી સ્થગિત કરવાની જાહેરાત કરી હતી. જ્યારે વિપક્ષ દ્વારા રાજ્યસભા અધ્યક્ષ જગદીફ ધનખડ વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ લવાયો છે.
અદાણી અને સંભાલ હિંસા પર સંસદમાં મડાગાંઠ ચાલી રહી હતીએ વચ્ચે હવે શાસક પક્ષે જ્યોર્જ સોરોસના મુદ્દે વિપક્ષ ખાસ કરીને કોંગ્રેસ સામે મોરચો ખોલ્યો છે. જ્યોર્જ સોરોસના મુદ્દે થયેલા હોબાળાને કારણે 9 ડિસેમ્બરે સંસદના બંને ગૃહોમાં કાર્યવાહી થઈ શકી ન હતી. રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે 10 ડિસેમ્બરે સવારે 10.30 વાગ્યાથી ગૃહની કાર્યવાહી દિવસભર માટે સ્થગિત કરતા પહેલા તમામ ફ્લોર લીડર્સની બેઠક બોલાવી હતી.
https://twitter.com/ANI/status/1866362996181832187
સંસદ ભવનનાં પગથિયે વિપક્ષનું પ્રદર્શન
સંસદના ચાલુ શિયાળુ સત્રના 12મા દિવસે પણ બંને ગૃહોમાં મડાગાંઠ ચાલુ રહી હતી. હંગામાને કારણે બંને ગૃહોની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. બંને ગૃહો સ્થગિત થયા બાદ વિપક્ષી સાંસદોએ સંસદ ભવનનાં પગથિયાં પર પ્રદર્શન કરીને ગૃહ ચલાવવાના નારા લગાવ્યા.






