મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ફરી દિલ્હી કૂચની ખેડૂતોએ કરી જાહેરાત, મોદી સરકારનું વધશે ટેન્શન

છેલ્લા 9 મહિનાથી શંભુ બોર્ડરે આંદોલન કરી રહેલા ખેડૂતોએ હવે દિલ્હી તરફ કૂચ કરવાની જાહેરાત કરી દીધી છે. ખેડૂતોએ

ફરી દિલ્હી કૂચની ખેડૂતોએ કરી જાહેરાત, મોદી સરકારનું વધશે ટેન્શન

છેલ્લા 9 મહિનાથી શંભુ બોર્ડરે આંદોલન કરી રહેલા ખેડૂતોએ હવે દિલ્હી તરફ કૂચ કરવાની જાહેરાત કરી દીધી છે. ખેડૂતોએ ​​ચંદીગઢમાં પત્રકાર પરિષદ યોજીને કહ્યું કે તેઓ 6 ડિસેમ્બરે દિલ્હી કૂચ કરશે. ખેડૂત નેતાઓ સર્વન સિંહ પંઢેર અને જગજીત સિંહ ડલ્લેવાલે ચેતવણી આપતા કહ્યું કે, તે 26 નવેમ્બરે ભૂખ હડતાળ પર ઉતરશે. જે દિવસે ખનોરી બોર્ડર પર ભૂખ હડતાળ પર બેસશે, તે દિવસથી સરકારને 10 દિવસનો સમય આપવામાં આવશે. જો કોઈ રસ્તો નહીં નીકળે તો 6 ડિસેમ્બરે દિલ્હી કૂચ કરીશું.

આ પણ વાંચોઃ VIDEO: 'BJP-RSSવાળા ઝેરી સાપ... એને મારી નાંખો', કોંગ્રેસ અધ્યક્ષે આપ્યું વિવાદિત નિવેદન 

ખેડૂત નેતાઓએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, કેન્દ્ર સરકારે દિલ્હીમાં આંદોલન સમાપ્તી કરતા સમયે ખેડૂતોની માંગણીઓ લેખિતમાં સ્વીકારી હતી, પરંતુ હજુ સુધી આ માંગણીઓ પૂરી કરી નથી. તેના ઉપર કોઈ જાતની અમલવારી થઈ નથી. સરકાર ખેડૂતોને જરૂરી ડીએપી ખાતર ઉપલબ્ધ કરાવવામાં પણ નિષ્ફળ રહી છે.

6 ડિસેમ્બરે ખેડૂતો એક થઈને શંભુ બોર્ડરથી દિલ્હી તરફ કૂચ કરશે

ખેડૂત નેતા સર્વનસિંહ પંઢેર અને જગજીત સિંહ ડલ્લેવાલે કહ્યું કે, કોર્ટના આદેશ છતાં સરહદ ખોલવામાં આવી નથી. ખેડૂતો 9 મહિનાથી ચૂપચાપ બેઠા છે. સરકારે કોઈ સમાધાન કર્યું નથી. હવે 6 ડિસેમ્બરે ખેડૂતો એક થઈને શંભુ બોર્ડરથી દિલ્હી તરફ કૂચ કરશે. આ વખતે તેઓ પગપાળા દિલ્હી જશે. આ કૂચમાં તેઓ ટ્રેક્ટર, ટ્રોલીનો ઉપયોગ નહીં કરે. પંજાબ, હરિયાણા અને અન્ય રાજ્યોના ખેડૂત સંગઠનોને દિલ્હી કૂચ વિશે જાણ કરવામાં આવી છે અને ટૂંક સમયમાં જ ખેડૂત સંગઠનો શંભુ બોર્ડર પર એક થશે. સર્વનસિંહે સરકાર પાસે માંગ કરી છે કે તેમને દિલ્હીમાં પ્રદર્શન માટે જગ્યા આપવામાં આવે.

કેન્દ્ર અને રાજ્ય સરકારો જવાબદાર રહેશે

સરકાર પાસે પોતાની માગ પૂરી કરાવવા માટે સુંયક્ત કિસાન મોરચાના નેતા જગજીત સિંહ ડલ્લેવાલ 26 નવેમ્બરથી ભૂખ હડતાળ શરૂ કરશે. કિસાન મજદૂર મોરચા (ભારત) અને સંયુક્ત કિસાન મોરચા (બિન-રાજકીય)ના નેતાઓએ બે દિવસ પહેલા કિસાન ભવન, ચંદીગઢ ખાતે આ જાહેરાત કરી હતી, જગજીત સિંહ ડલ્લેવાલ ખનૌરી સરહદ મોરચા પર આમરણાંત ઉપવાસ પર બેસશે. જો ઉપવાસ દરમિયાન ડલ્લેવાલનું મોત થશે તો તેના માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો જવાબદાર રહેશે.

 સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે મામલો

ખેડૂતો દ્વારા પાકની MSP સહિતની અનેક માંગણીઓ સાથે આંદોલન શરૂ કર્યું હતું. પંજાબના ખેડૂતો તેમની માંગણીઓ માટે દબાણ કરવા ફેબ્રુઆરીમાં દિલ્હી સુધી કૂચ કરવા નીકળ્યા હતા. તેમને હરિયાણામાં રોકવામાં આવ્યા, ત્યારથી ખેડૂતો શંભુ બોર્ડર પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. સરહદ બંધ કરવાનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે.

આ સમાચાર શેર કરો