અસલી ED અધિકારીઓની નકલી રેડ કે નકલી ED અધિકારીઓની અસલી રેડ? 5 કરોડ રૂપિયાના તોડ મામલે દિલ્હી પોલીસે નોંધી FIR
દિલ્હીમાં નકલી ED અધિકારીઓએ રેડ કરી પીડિત પાસેથી 5 કરોડ રૂપિયા ઉપાડ્યા હતા. સમગ્ર મામલે

દિલ્હીમાં નકલી ED અધિકારીઓએ રેડ કરી પીડિત પાસેથી 5 કરોડ રૂપિયા ઉપાડ્યા હતા. સમગ્ર મામલે હવે દિલ્હી પોલીસ હરકતમાં આવી છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે જણાવ્યું હતું કે, ‘ED, દિલ્હી ઝોનલ ઑફિસને 22-10-2024 ના રોજ બપોરે 12 વાગ્યે માહિતી મળી હતી કે ED ઓફિસર તરીકે દેખાતા કેટલાક લોકો અશોકા એવન્યુ, DLF ફાર્મ, છતરપુર, દિલ્હી ખાતે નકલી ED સર્ચ કરી રહ્યા છે. એવું પણ જાણવા મળ્યું હતું કે નકલી ED અધિકારીઓ પીડિતાને હૌઝ ખાસની કોટક બેંકમાં લઈ ગયા હતા અને EDના દરોડાના નામે પીડિતાના બેંક ખાતામાંથી 5 કરોડ રૂપિયા ઉપાડ્યા હતા. દિલ્હી પોલીસે સમગ્ર મામલે FIR નોંધી તપાસ હાથ ધરી છે.’
સૂત્રોએ જણાવ્યું કે આ 'બનાવટી ED દરોડા'માં EDના કેટલાક અધિકારીઓની સંડોવણીની પણ તપાસ કરવામાં આવી રહી છે.
"બનાવટી દરોડા માટે ED અધિકારીઓ તરીકે દેખાતા ખાનગી વ્યક્તિઓને કેસ વિશે મહત્વપૂર્ણ માહિતી કેવી રીતે મળી, જે એજન્સી દ્વારા મેળવવામાં આવી રહેલી સાચી તપાસનો ભાગ હતો" જે મામલે ED એ તપાસ ચાલુ છે.






