મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

EXIT Pollથી કેમ ડરી ગયુ હતું ચૂંટણી પંચ! 1998થી અત્યાર સુધીની પુરી કહાની

દેશમાં સાત તબક્કામાં યોજાયેલી લોકસભાની ચૂંટણી પૂર્ણ થઇ ગઇ છે. ચૂંટણી પૂર્ણ થતા જ EXIT Poll પણ આવી ગયા છે જેમાં તમામ EXIT Pollમાં ફરીથી મોદી

EXIT Pollથી કેમ ડરી ગયુ હતું ચૂંટણી પંચ! 1998થી અત્યાર સુધીની પુરી કહાની

દેશમાં સાત તબક્કામાં યોજાયેલી લોકસભાની ચૂંટણી પૂર્ણ થઇ ગઇ છે. ચૂંટણી પૂર્ણ થતા જ EXIT Poll પણ આવી ગયા છે જેમાં તમામ EXIT Pollમાં ફરીથી મોદી સરકાર બની રહી છે. સતત ત્રીજી વખત NDA સત્તામાં આવશે.

Exit Pollથી ચૂંટણીમાં પરિણામ પહેલા રાજકીય પાર્ટીઓ હાર-જીતના અંતરનું અનુમાન લગાવવામાં આવે છે. મતદાન કેન્દ્ર પર મતદાન કરીને બહાર આવેલા મતદારો સાથે વાતચીત કરીને આંકડા ભેગા કરવામાં આવે છે. આ ડેટાના આધાર પર ચૂંટણી ચાણક્ય ચૂંટણીના આંકડાનું અનુમાન લગાવે છે. ભારતમાં આ પ્રક્રિયા સાથે જોડાયેલી જાણકારી બતાવવા માટે ચૂંટણી પંચ અને કાયદા મંત્રાલયે નિયમ બનાવેલા છે.

EXIT Poll સંબંધિત નિયમ અને કાયદો

ભારતમાં પ્રતિનિધિત્ત્વ અધિનિયમ કાયદામાં કલમ 124 (A) ચૂંટણી પ્રક્રિયા શરૂ થયા બાદ કોઇ પમ રીતના Exit Poll પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક કે મીડિયાના કોઇ બીજા માધ્યમથી પ્રસારિત કરવા પર રોક લગાવે છે. આ નિયમ હેઠળ અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ થવાના 30 મિનિટ બાદ સુધી Exit Poll પર પ્રતિબંધ છે.

1998ની ચૂંટણી અને Exit Poll પર ચૂંટણી પંચની ગાઇડલાઇન

વર્ષ 1998. દિલ્હીમાં ફેબ્રુઆરીમાં ચૂંટણીનો માહોલ અચાનક ગરમાઇ ગયો હતો. કોંગ્રેસે ઇન્દ્રકુમાર ગુજરાલના નેતૃત્વ ધરાવતી યૂનાઇટેડ ફ્રન્ટની સરકાર પાસેથી પોતાનું સમર્થન પરત ખેચી લીધુ હતુ. તે બાદ ભારતમાં લોકસભા ચૂંટણીની જાહેરાત થઇ હતી. આ ચૂંટણીમાં રાજકીય ઉલટફેરોથી અલગ એક રસપ્રદ વાતની ચર્ચા શરૂ થઇ હતી. ચૂંટણી પંચે Exit Pollને લઇને કડક વલણ અપનાવ્યું હતું. ચૂંટણી પંચે આર્ટિકલ 324 હેઠળ 1998ની ચૂંટણીમાં અખબાર કે ટીવી ચેનલ પર 14 ફેબ્રુઆરીથી 7 મે સુધી Exit Poll પ્રસારિત કરવા પર રોક લગાવી હતી. પ્રથમ તબક્કાથી અંતિમ તબક્કા સુધી કોઇ પણ રીતનો Exit Poll કરવા પર રોક લગાવી દેવામાં આવી હતી. આ સાથે જ એવો પણ આદેશ આપવામાં આવ્યો કે જ્યારે કોઇ અખબાર કે ટીવી ચેનલ Exit Poll ચલાવશે ત્યારે તે પોલ સાથે જોડાયેલી જરૂરી જાણકારીઓ દર્શકોને આપવી પડશે.

ચૂંટણી પંચ અને મીડિયાનો પક્ષ

ચૂંટણી પંચના આ આદેશોનો ભારતીય મીડિયાએ વીરોધ કર્યો હતો. મીડિયાનું કહેવું હતું કે ચૂંટણી પંચ દ્વારા લગાવવામાં આવેલો પ્રતિબંધ આર્ટિકલ 19.1 (A)નું ઉલ્લંઘન છે, જે ભારતમાં બોલવાની આઝાદીને સુનિશ્ચિત કરે છે. ચૂંટણી પંચ અને મીડિયા વચ્ચે આ સંઘર્ષ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. ફ્રન્ટલાઇન પત્રિકાના એડિટર એન રામે એક અરજી દાખલ કરી હતી. આ મામલે બન્ને પક્ષોએ ત્રણ જજોની પીઠ સામે પોતાની વાત રાખી હતી. પીઠનું નેતૃત્વ CJI મદન મોહન પુંછી કરી રહ્યાં હતા.

મીડિયાનું કહેવું હતું કે નાગરિકોને ચૂંટણી સંબંધિત અન્ય લોકો અને રાજનેતાઓને મત જાણવાનો હક છે. કોર્ટમાં વકીલ અનિલ ધવને કહ્યું કે આ ગાઇડલાઇન આર્ટિકલ 19.1નું ઉલ્લંઘન કરે છે.

ધવને સવાલ ઉઠાવ્યા કે શું ચૂંટણી પંચ આર્ટિકલ 19.1 (બી) હેઠળ આ બહેન લગાવી શકે છે અને શું આ બહેન ત્યારે યોગ્ય માનવામાં આવશે જો ભારતીય મીડિયા કોઇ બહારના દેશની મીડિયા સંસ્થા દ્વારા કરવામાં આવેલા Exit Pollને પોતાના માધ્યમથી પ્રસારિત કરે છે. ચૂંટણી નજીક હતી તેને જોતા સુપ્રીમ કોર્ટે આ મામલે સુનાવણી ચૂંટણી પૂર્ણ થયા બાદ ફરી શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો.

સુપ્રીમ કોર્ટે ઝાટકણી કાઢી

વર્ષ 1999માં સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચની Exit અને Opinion પોલ વિરૂદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી હતી. પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે કહ્યું કે ચૂંટણી પંચને આર્ટિકલ 324 હેઠળ આવી ગાઇડલાઇન બનાવવાનો કોઇ અધિકાર નથી.

આ સમાચાર શેર કરો