મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

રાહુલ ગાંધીના વોટચોરી મુદ્દે ચૂંટણીપંચનો જવાબ, હરિયાણા મતદાર યાદીમાં ગોટાળા વિશે શું કહ્યું

કોંગ્રેસના સાંસદ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર મત ચોરીનો મુદ્દો ઉઠાવતા બુધવારે

રાહુલ ગાંધીના વોટચોરી મુદ્દે ચૂંટણીપંચનો જવાબ, હરિયાણા મતદાર યાદીમાં ગોટાળા વિશે શું કહ્યું

કોંગ્રેસના સાંસદ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર મત ચોરીનો મુદ્દો ઉઠાવતા બુધવારે (૫ નવેમ્બર) પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, હરિયાણા વિધાનસભા ચૂંટણી દરમિયાન ગોટાળા થયા હતા. રાહુલ ગાંધીના આ આરોપો અંગે ચૂંટણી પંચ દ્વારા મહત્ત્વની જાણકારી મળી છે. સૂત્રોના જણાવ્યા મુજબ ચૂંટણી દરમિયાન કોંગ્રેસ પાર્ટી દ્વારા આવી કોઈ અપીલ દાખલ કરવામાં આવી ન હતી. જો રાહુલ ગાંધીને તકલીફ હતી તો એ સમયે પોતાની વાત રાખી શકતા હતા. 

હરિયાણાની વાત કરવામાં આવે તો હાલના સમયે ૯૦ વિધાનસભા બેઠકો અંગે હાઈકોર્ટમાં ફક્ત ૨૨ ચૂંટણી અરજીઓ પેન્ડિંગ છે. નિયમો અનુસાર, કોઈપણ પક્ષનો કોઈપણ ઉમેદવાર જો માને છે કે મતદાર યાદી અથવા ચૂંટણીમાં ગેરરીતિ થઈ છે, તો તે અપીલ દાખલ કરી શકે છે, પરંતુ કોંગ્રેસ પક્ષ દ્વારા આવી એક પણ અપીલ દાખલ કરવામાં આવી નથી.

વિધાનસભા ચૂંટણીમાં ગોટાળા અંગે ચૂંટણી પંચે શું કહ્યું

નિયમો મુજબ જો કોઈ ઉમેદવારને ચૂંટણી પરિણામોથી સમસ્યા હોય, તો તે હાઈકોર્ટનો સંપર્ક કરી શકે છે. હરિયાણા ચૂંટણી અંગે હાઈકોર્ટમાં ૨૨ અપીલ પેન્ડિંગ છે. ચૂંટણી પંચે આ બાબત પર પ્રશ્ન ઉઠાવતા સવાલ કર્યો કે કોંગ્રેસના પોલિંગ એજન્ટો મતદાન મથકો પર શું કરી રહ્યા હતા. જો કોઈ મતદારે પહેલાથી જ પોતાનો મત આપી દીધો હોય અથવા મતદાન એજન્ટને મતદારની ઓળખ અંગે શંકા હોય, તો તેમણે વાંધો દર્શાવવો જોઈતો હતો.

ચૂંટણી પંચે નકલી મતદારો વિશે શું કહ્યું?

ચૂંટણી પંચે નકલી મતદારો અંગે પણ જવાબ આપ્યો. પંચે સામો સવાલ કર્યો કે, એકથી વધુ નામથી બચવા માટે( ડુપ્લિકેશન ટાળવા) સંશોધન દરમિયાન કોંગ્રેસના BLA એ કોઈ દાવો કે વાંધો કેમ ઉઠાવ્યો નહીં? રાજકીય પક્ષો મતદાન પ્રક્રિયા પર નજર રાખવા અને શક્ય અનિયમિતતાઓ ઓળખવા માટે બૂથ-લેવલ એજન્ટો (BLA) ની પણ નિમણૂક કરે છે. બીજું કે, જો આ નકલી મતદારો હોય, તો પણ એવું કેવી રીતે કહી શકાય કે તેમણે ભાજપને જ મત આપ્યો?
 

આ સમાચાર શેર કરો