Delhi Blast: અલ ફલાહ યુનિવર્સિટી પર સરકારનો સિકંજો, EDને આપ્યા ફંડિંગ તપાસના આદેશ
દિલ્હીમાં લાલ કિલ્લા પાસે સોમવારે સાંજે થયેલા ભયાનક કાર બોમ્બ વિસ્ફોટે સમગ્ર દેશને હચમચાવી ન

દિલ્હીમાં લાલ કિલ્લા પાસે સોમવારે સાંજે થયેલા ભયાનક કાર બોમ્બ વિસ્ફોટે સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. આ બ્લાસ્ટમાં 13 લોકો માર્યા ગયા હતા અને 20થી વધુ ઘાયલ થયા હતા. આ વિસ્ફોટ બાદ હરિયાણાના ફરીદાબાદની અલ-ફલાહ યુનિવર્સિટી શંકાના દાયરામાં આવી છે. યુનિવર્સિટી સાથે સંકળાયેલા ડોકટરોની ધરપકડ બાદ કેન્દ્ર સરકારે યુનિવર્સિટીના ફંડિગ સોર્સ અને નાણાકીય વ્યવહારોની સંપૂર્ણ તપાસ કરવાનો આદેશ આપ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, સરકારે EDને અલ-ફલાહ યુનિવર્સિટીને મળેલા ભંડોળની તપાસ કરવાનો આદેશ આપ્યો છે. દિલ્હી બોમ્બ વિસ્ફોટ સંબંધમાં ધરપકડ કરાયેલા શંકાસ્પદ આતંકવાદીઓ વચ્ચે અલ ફનાહ યુનિવર્સિટી એક મુખ્ય કડી તરીકે ઉભરી આવી છે. દિલ્હી કાર બોમ્બ વિસ્ફોટોનું કાવતરું આ સંસ્થામાં રચાયું હોવાનો આરોપ છે. યુનિવર્સિટીના ઓછામાં ઓછા ચાર ડોકટરો આ વિસ્ફોટના કાવતરામાં જોડાયેલા હોવાનું સામે આવ્યું છે.
26 લાખથી વધુની રકમ ક્યાંથી મળી?
તપાસનું મુખ્ય ફોક્સ યુનિવર્સિટી ફંડિંગ પર છે. આટલા મોટા આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ થવાથી સવાલો ઊભા થયા કે આવડી મોટી યુનિવર્સિટી કેમ્પસનો કટ્ટરપંથી પ્રવૃતિઓ માટે દુરુપયોગ થયો. તપાસ એજન્સીઓને શંકા છે કે ભંડોળ વિદેશી સ્રોતોમાંથી ટ્રાન્સફ કરાયું હોવું જોઈએ. "વ્હાઇટ-કોલર આતંકવાદી મોડ્યુલ" ના સંબંધમાં ધરપકડ કરાયેલા ડોકટરોએ લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટમાં વપરાયેલી સામગ્રી ખરીદવા માટે 26 લાખ રૂપિયાથી વધુ એકત્ર કર્યા હતા.
એક અધિકારીએ જણાવ્યું હતું કે ચાર શંકાસ્પદો - ડૉ. મુઝમ્મિલ ગનાઈ, ડૉ. અદીલ અહેમદ રાથેર, ડૉ. શાહીન સઈદ અને ડૉ. ઉમર નબી - એ સંયુક્ત રીતે અને ઉપયોગ કરવા માટે ડો. ઉમરને સોંપી હતી. તપાસ એજન્સીઓનું માનવું છે કે આ ભંડોળ મોટા આતંકવાદી કાવતરા માટે હતું. આ રકમથી ગુરુગ્રામ, નુહ અને આસપાસના શહેરોમાંથી આશરે ₹3 લાખની કિંમતનું આશરે 26 ક્વિન્ટલ NPK ખાતર ખરીદ્યું હોવાનો આરોપ છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ખાતર અન્ય રસાયણો સાથે મિશ્રિત કરીને IED બનાવવા માટે વપરાય છે.






