મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ગુજરાત-રાજસ્થાનમાં 24 જગ્યાએ EDના દરોડા, 2700 કરોડની છેતરપિંડીના કેસમાં કાર્યવાહી

ગુજરાત અને રાજસ્થાનમાં EDએ 24 જગ્યાએ દરોડા પાડ્યા છે. રોકાણકારો સાથે 2700 કરોડ રૂપિયાની છેતરપિંડી કેસ મામલે આ કાર

ગુજરાત-રાજસ્થાનમાં 24 જગ્યાએ EDના દરોડા, 2700 કરોડની છેતરપિંડીના કેસમાં કાર્યવાહી

ગુજરાત અને રાજસ્થાનમાં EDએ 24 જગ્યાએ દરોડા પાડ્યા છે. રોકાણકારો સાથે 2700 કરોડ રૂપિયાની છેતરપિંડી કેસ મામલે આ કાર્યવાહી કરવામાં આવી છે. રાજસ્થાનમાં એક કંપની વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ હતી. કંપની પર આરોપ છે કે તે સારૂ રિટર્ન અને જમીનના પ્લોટનું વચન આપીને રોકાણકારો પાસેથી લગભગ 2700 કરોડ ઠગી લીધા હતા.

ગુજરાત અને રાજસ્થાનમાં EDના અનેક જગ્યાએ દરોડા

EDની કેટલીક ટીમોએ ગુજરાત અને રાજસ્થાનમાં ડઝનથી વધારે સ્થળોએ દરોડા પાડ્યા છે. EDની ટીમોએ અમદાવાદ,રાજસ્થાનના સીકર, જયપુર, જોધપુર, ઝુંઝનુંમાં દરોડા પાડ્યા છે.

શું છે સમગ્ર ઘટના?

રાજસ્થાનમાં નેક્સા એવરગ્રીન નામની કંપની પર રાજસ્થાન પોલીસે ફરિયાદ નોંધી હતી.નેક્સા એવરગ્રીન કંપની પર આરોપ છે કે તેને ગુજરાતના ધોલેરા સિટીમાં લોકો પાસેથી વધારે રિટર્ન અને જમીનના પ્લોટ આપવાનું વચન આપ્યું હતું. તેના બદલે લોકો પાસેથી કંપનીઓ રોકાણ પણ કરાવ્યું હતું. હવે રોકાણકારોને કંપનીએ 2700 કરોડ રૂપિયાનો ચૂનો લગાવ્યો છે. હવે EDએ આ કંપનીના અનેક ઠેકાણાઓ પર દરોડા પાડ્યા છે.

આ સમાચાર શેર કરો