મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Earthquake: વહેલી સવારે ભૂકંપના આંચકાથી લદ્દાખથી જમ્મુ-કાશ્મીર સુધીની ધરતી ધ્રૂજી ઉઠી

હોળીના દિવસે ભારતના સુદૂર ઉત્તર ભાગમાં વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. લદ્દાખના કારગીલમાં 5.2ની તી

Earthquake: વહેલી સવારે ભૂકંપના આંચકાથી લદ્દાખથી જમ્મુ-કાશ્મીર સુધીની ધરતી ધ્રૂજી ઉઠી

હોળીના દિવસે ભારતના સુદૂર ઉત્તર ભાગમાં વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. લદ્દાખના કારગીલમાં 5.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ આંચકા રાત્રે 2.50 કલાકે અનુભવાયા હતા. કારગીલની સાથે આ આંચકા આખા લદ્દાખ અને જમ્મુ-કાશ્મીરના કેટલાક વિસ્તારોમાં અનુભવાયા હતા.

નેશનલ સિસ્મોલોજી સેન્ટરના જણાવ્યા અનુસાર, ભૂકંપનું કેન્દ્ર 15 કિલોમીટરની ઊંડાઈએ હતું. આ ભૂકંપના ત્રણ કલાકની અંદર ઉત્તર-પૂર્વ ભારતમાં પણ આંચકા અનુભવાયા હતા. અરુણાચલ પ્રદેશના પશ્ચિમ કામેંગ વિસ્તારમાં 4.0ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. અહીં સવારે 6 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. 13 માર્ચે બપોરે 2 વાગ્યે તિબેટમાં 4.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

લેહ અને લદ્દાખમાં સતત ભૂકંપ આવતા રહે છે

લેહ અને લદ્દાખ બંને વિસ્તારો સિસ્મિક ઝોન-IV માં આવે છે, જેનો અર્થ છે કે તેઓ ધરતીકંપની દ્રષ્ટિએ ખૂબ ઊંચા જોખમવાળા વિસ્તારો છે. ટેકટોનિકલી સક્રિય હિમાલય વિસ્તારમાં સ્થિત હોવાથી, લેહ અને લદ્દાખમાં વારંવાર ભૂકંપ આવે છે.

દેશના ભૂકંપ સંવેદનશીલ વિસ્તારોની ઓળખ ભૂતકાળના ધરતીકંપો અને આ વિસ્તારના ટેકટોનિક માળખાને લગતા વૈજ્ઞાનિક ઇનપુટ્સના આધારે કરવામાં આવે છે. આ ઇનપુટ્સના આધારે દેશને ચાર સિસ્મિક ઝોનમાં વહેંચવામાં આવ્યો છે. ઝોન V, IV, III અને II. ઝોન-V સૌથી સંવેદનશીલ છે, જ્યારે ઝોન-II સૌથી ઓછું સંવેદનશીલ છે.

આ સમાચાર શેર કરો