મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

E-Passport: સરકારે શરૂ કરી ઈ-પાસપોર્ટ સેવા; આની પ્રક્રિયા છે સાવ સરળ, જાણો તેના ફાયદા 

સરકારે દેશમાં ઈ-પાસપોર્ટ સેવા (e passport seva) શરૂ કરી છે.

E-Passport: સરકારે શરૂ કરી ઈ-પાસપોર્ટ સેવા; આની પ્રક્રિયા છે સાવ સરળ, જાણો તેના ફાયદા 

સરકારે દેશમાં ઈ-પાસપોર્ટ સેવા (e passport seva) શરૂ કરી છે. તેની રજૂઆત સાથે, હવાઈ મુસાફરોને ઓછી મુશ્કેલી પડશે અને વિદેશ યાત્રા વધુ સુરક્ષિત બનશે. ઈ-પાસપોર્ટમાં પાસપોર્ટ ધારકની બધી આવશ્યક વિગતો ધરાવતી એક ખાસ ચિપ હશે. ઈ-પાસપોર્ટ નિયમિત પાસપોર્ટ જેવો દેખાય છે, પરંતુ તેમાં એક ઇલેક્ટ્રોનિક ચિપ એમ્બેડ કરેલી છે.

આ ચિપ વ્યક્તિનું નામ, સરનામું, ફિંગરપ્રિન્ટ્સ અને જન્મ તારીખ જેવી વિગતો રેકોર્ડ કરશે. ચિપને કારણે, આ પાસપોર્ટ સુરક્ષિત રહેશે. બીજું કોઈ તેની સાથે છેડછાડ કરી શકશે નહીં. ઈ-પાસપોર્ટ મેળવવાની પ્રક્રિયા એકદમ સરળ છે. તમને કોઈ મુશ્કેલી નહીં થાય.

ચાલો જાણીએ કે તમે તમારો ઈ-પાસપોર્ટ કેવી રીતે મેળવી શકો છો

1. ઈ-પાસપોર્ટ (e passport seva) મેળવવા માટેની પ્રક્રિયા જૂના પાસપોર્ટ મેળવવા જેવી જ છે. સૌપ્રથમ, સત્તાવાર પાસપોર્ટ વેબસાઇટ પર જઈ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેેશે. નોંધણી ફોર્મ ભર્યા પછી, પેમેન્ટ કરો અને એપોઇન્ટમેન્ટ બુક કરો.

2. પેમેન્ટ કર્યા પછી, રસીદ ડાઉનલોડ કરો. તેમાં Application Reference Number અને એપોઇન્ટમેન્ટ વિગતો હશે. તમારી એપોઇન્ટમેન્ટના દિવસે, તમારે બધા જરૂરી દસ્તાવેજો અને તેમની ફોટોકોપી સાથે પાસપોર્ટ સેવા કેન્દ્ર પર જવાનું રહેશે. બાયોમેટ્રિક પ્રક્રિયા પછી ત્યાં તમારા દસ્તાવેજનું વેરિફિકેશન થશે.

3. આ પછી પોલીસ વેરિફિકેશન થશે. વેરિફિકેશન બાદ તમારો પાસપોર્ટ (e passport seva) સ્પીડ પોસ્ટ દ્વારા તમારા ઘરે મોકલવામાં આવશે. આ રીતે તમે સરળતાથી તમારો પાસપોર્ટ મેળવી શકો છો.

ઈ-પાસપોર્ટના છે ઘણા ફાયદા

ઈ-પાસપોર્ટ (e passport seva) ઘણા ફાયદાઓ આપે છે. ઈમિગ્રેશન પ્રક્રિયા દરમિયાન ઈ-પાસપોર્ટ ખોલ્યા વિના જ બધી જરૂરી વિગતો જોઈ શકાશે. આનાથી ઘણો સમય બચે છે. ઈ-પાસપોર્ટ આંતરરાષ્ટ્રીય સુરક્ષા ધોરણોને પૂર્ણ કરવા માટે તૈયાર કરવામાં આવ્યો છે.

આ સમાચાર શેર કરો