મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'તમામ દોષીઓને સખ્ત સજા મળશે', દિલ્હી બ્લાસ્ટ મામલે હાઈલેવલ મિટિંગ બાદ અમિત શાહનું નિવેદન

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હી કાર બ્લાસ્ટ અંગે વરિષ્ઠ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠકોન

'તમામ દોષીઓને સખ્ત સજા મળશે', દિલ્હી બ્લાસ્ટ મામલે હાઈલેવલ મિટિંગ બાદ અમિત શાહનું નિવેદન

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હી કાર બ્લાસ્ટ અંગે વરિષ્ઠ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠકોની અધ્યક્ષતા કરી. બેઠક પૂર્ણ થયા પછી સોશિયલ મીડિયા પર અમિત શાહે કહ્યું કે, આ ઘટના પાછળના દરેક ગુનેગારને શોધવા માટે અધિકારીઓને સૂચના આપવામાં આવી છે.  આ કૃત્યમાં સામેલ દરેક વ્યક્તિને આપણી એજન્સીઓનો સામનો કરવો પડશે. ગુનેગારોને સખ્તમાં સખ્ત સજા કરવામાં આવશે. 

અમિત શાહે સવારે એક બેઠક યોજી હતી અને બપોરે બીજી બેઠકનું નેતૃત્વ કર્યું હતું. હાઈલેવલ મિટિંગ બાદ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે,  આ ઘટના પાછળના દરેક ગુનેગારને પકડવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. આ મિટિંગમાં ગૃહ સચિવ, NIA DG અને તપાસ એજન્સીઓના અધિકારીઓ હાજર રહ્યા હતા. ગૃહ મંત્રાલયે NIAને વિસ્ફોટની તપાસની જવાબદારી સોંપી છે. આ સ્પષ્ટ સંકેત છે કે સરકારે વિસ્ફોટને આતંકવાદી કૃત્ય માન્યું છે, કારણ કે NIA ફક્ત આતંકવાદી કેસોની તપાસ કરવા માટે અધિકૃત છે.

કેન્દ્રીય ગૃહમંત્રીએ ચેતવણી આપતા કહ્યું કે,દરેક ગુનેગારને ન્યાયના કઠેડામાં લાવવામાં આવશે. તેમણે કહ્યું, "વરિષ્ઠ અધિકારીઓ સાથેની સમીક્ષા બેઠકમાં ગુનેગારોને શોધવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી. આ કૃત્યમાં સામેલ તમામ લોકોને કડક સજા આપવામાં આવશે.

જમ્મુ અને કાશ્મીરના પોલીસ મહાનિર્દેશક (DGP) નલિન પ્રભાત પણ ઓનલાઈન બેઠકમાં જોડાયા હતા. બેઠક દરમિયાન ઉચ્ચ અધિકારીઓએ વિસ્ફોટ પછીની પરિસ્થિતિ વિશે માહિતી આપી હતી.

આ સમાચાર શેર કરો