Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Conspiracy mastermind Dr. Umar killed in Delhi car blast

દિલ્હી કાર બ્લાસ્ટમાં માર્યો ગયો ડોક્ટર ઉમર, કાવતરાનો હતો માસ્ટર માઈન્ડ: સૂત્ર

Timeછેલ્લું અપડેટ : 11 Nov 2025
લાઇવ ટીવીGoogle News
દિલ્હી કાર બ્લાસ્ટમાં માર્યો ગયો ડોક્ટર ઉમર, કાવતરાનો હતો માસ્ટર માઈન્ડ: સૂત્ર
સોર્સ : google

દિલ્હી કાર બ્લાસ્ટના કાવતરાનો માસ્ટર માઈન્ડ ડોક્ટર ઉમર માર્યો ગયો છે. સૂત્રોએ આ બાબતે જાણકારી આપી છે. જે કારમાં બ્લાસ્ટ થયો તે કાર ડોક્ટર ઉમર જ ચલાવતો હતો. ફરીદાબાદમાં વિસ્ફોટકનો જથ્થો ઝડપાયા બાદ તે હલબલાઈ ગયો હતો. ડોક્ટર ઉમર જ આ સમગ્ર કાવતરાનો માસ્ટર માઈન્ડ હતો. આ સાથે દિલ્હી બ્લાસ્ટનું ફરીદાબાદ અને પુલવામા કનેક્શન સામે આવ્યું છે. સૂત્રો અનુસાર જે હ્યુન્ડાઈ i20 કારમાં વિસ્ફોટ થયો તે પુલવામાનો ડૉ. ઉમર મોહમ્મદ ચલાવી રહ્યો હતો, જે ફરીદાબાદમાં વિસ્ફોટકોનો જથ્થો જપ્ત થયા પછી ફરાર હતો. વિસ્ફોટમાં વપરાયેલી કાર ખરીદનાર પુલવામાનો રહેવાસી તારિક પણ ઝડપાયો છે.

App Store

ગુપ્ત એજન્સીઓને શંકા છે કે ડૉ. ઉમર મોહમ્મદ વિસ્ફોટમાં વપરાયેલી I-20 કારમાં હતો. જો કે, પોલીસ મૃતક કાર સવારનો ડીએનએ ટેસ્ટ કરાવવાની તૈયારી કરી રહી છે જેથી નક્કી કરી શકાય કે કારમાં ખરેખર ડૉ. ઉમર મોહમ્મદ હતો કે નહીં. ફરીદાબાદ આતંકવાદી મોડ્યુલમાં સામેલ આતંકી ડૉ. ઉમર મોહમ્મદ ફરાર હતો. પ્રારંભિક તપાસ પછી, એવી શંકા છે કે તેના સાગરિતોની ધરપકડ થયા પછી ઉમર ગભરાઈ ગયો હતો. ઉમર જ આ હુમલાનો માસ્ટર માઈન્ડ હતો. પોલીસને એવી શંકા છે કે ઉમર મોહમ્મદ કાર ચલાવી રહ્યો હતો. 

જણાવી દઈએ કે, સોમવારે સાંજે 6:51 વાગ્યે દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક પાર્કિંગમાં એક કારમાં એક શક્તિશાળી વિસ્ફોટ થયો હતો, જેમાં નવ લોકો માર્યા ગયા હતા. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે 200-300 મીટરની ત્રિજ્યામાં બધું જ હલી ગયું. વિસ્ફોટમાં વપરાયેલી કારનો હરિયાણા રજિસ્ટ્રેશન નંબર હતો. તે જ સવારે હરિયાણાના ફરીદાબાદ જિલ્લામાં લગભગ 2,900 કિલો વિસ્ફોટકો અને શસ્ત્રો મળી આવ્યા હતા.