Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Delhi blast investigation handed over to NIA

દિલ્હી બ્લાસ્ટ કેસમાં ગૃહમંત્રાલયનો મોટો નિર્ણય, NIAને તપાસ સોપવામાં આવી

Timeછેલ્લું અપડેટ : 11 Nov 2025
લાઇવ ટીવીGoogle News
દિલ્હી બ્લાસ્ટ કેસમાં ગૃહમંત્રાલયનો મોટો નિર્ણય, NIAને તપાસ સોપવામાં આવી
સોર્સ : GSTV

દિલ્હીમાં લાલ કિલ્લા પાસે કારમાં થયેલા વિસ્ફોટ બાદ અત્યાર સુધી 13 લોકોના મોત થયા છે અને આ વિસ્ફોટમાં 25 લોકો ઘાયલ થયા છે. આ વિસ્ફોટ બાદ હાઇએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.દિલ્હી બ્લાસ્ટ કેસની તપાસ ગૃહમંત્રાલયે NIAને સોપી છે.

App Store

અલ ફલાહ યૂનિવર્સિટીમાં સર્ચ ઓપરેશન

દિલ્હી બ્લાસ્ટ કેસ બાદ તપાસ એજન્સીઓએ કાર્યવાહી વધારી છે. ફરીદાબાદની અલ ફલાહ યૂનિવર્સિટીમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

દિલ્હી બ્લાસ્ટ કેસની તપાસ કરશે NIA

દિલ્હી બ્લાસ્ટ કેસમાં કેન્દ્રીય ગૃહમંત્રાલયે મોટો નિર્ણય કર્યો છે. દિલ્હી વિસ્ફોટની તપાસ NIAને સોપવામાં આવી છે. હવે NIA આ કેસની તપાસ કરશે.

ષડયંત્રકારીઓને છોડવામાં નહીં આવે-PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભુતાનમાં દિલ્હી બ્લાસ્ટની ઘટનાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, આજે હું ભારે મનથી અહીં આવ્યો છું. ગઈકાલે સાંજે દિલ્હીમાં બનેલી ભયાનક ઘટનાએ મને વ્યથિત કરી દીધો. હું પીડિત પરિવારોના દુઃખને સમજું છું. આજે સમગ્ર દેશ તેમની પડખે ઊભો છે. ગઈકાલે રાતે હું દરેક તપાસ એજન્સી અને મહત્ત્વપૂર્ણ અધિકારીઓના સંપર્કમાં હતો. વિચાર વિમર્શ ચાલી રહ્યા હતા. તમામ ઘટનાઓની લિંક જોડી રહ્યા હતા. અમારી તપાસ એજન્સીઓ આ કાવતરાના ઊંડાણ સુધી જશે અને આ કાવતરા પાછળના ષડયંત્રકારીઓને છોડવામાં નહીં આવે.'

ટોપિક્સ:Delhi BlastNIAHome Ministry