Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Alert in Gujarat regarding Delhi blast,

દિલ્હી બ્લાસ્ટને લઇને ગુજરાતમાં એલર્ટ, અનેક જગ્યાએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું; પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

Timeછેલ્લું અપડેટ : 11 Nov 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

દિલ્હી ખાતે થયેલા કાર બ્લાસ્ટ બાદ સમગ્ર ગુજરાત રાજ્યમાં હાઈ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના દરેક જિલ્લામાં પોલીસને સઘન ચેકિંગના આદેશ આપવામાં આવ્યા છે. અમદાવાદ, આણંદ, જામનગર, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં પેટ્રેલિંગ વધારવામાં આવ્યું છે. અને વાહનોની સતત તપાસ હાથ ધરવામાં આવી છે. રાજ્ય બહારથી આવતા તમામ વાહનોમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. 

App Store

અમદાવાદમાં સઘન ચેકિંગ

અમદાવાદ શહેરમાં હાઈ એલર્ટ પગલે પોલીસ સતત ચેકીંગ હાથ ધરી રહી છે. શહેરના એન્ટ્રી - એક્સિટ પોઇન્ટ વાહન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે, મળતા અહેવાલ પ્રમાણે CTM એક્સપ્રેસ હાઈવે પર રાજ્ય બહારની કારોમાં તપાસ કરવામાં આવી રહી છે. દિલ્હીના બ્લાસ્ટની ઘટના બાદ અમદાવાદને હાઈ એલર્ટ આપ્યું છે.

ખંભાતના મુખ્ય માર્ગો પર પેટ્રોલિંગ વધ્યું

મળતા અહેવાલ પ્રમાણે આણંદ ખંભાત શહેરમાં પણ પોલીસે સુરક્ષાના પગલા સ્વરૂપે વાહનોનું સઘન ચેકિંગ શરૂ કર્યું છે. શહેરના મુખ્ય માર્ગો પર પોલીસ તૈનાત કરવામાં આવી છે અને દરેક પસાર થતાં વાહનની તપાસ કરવામાં આવી રહી છે. શકમંદ વ્યક્તિઓની પૂછપરછ પણ હાથ ધરાઈ રહી છે. ખંભાત વિસ્તાર સંવેદનશીલ ગણાતા, કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસે સતર્કતા વધારી છે.

જામનગર જિલ્લામાં પોલીસ તંત્ર એલર્ટ મોડમાં

 જામનગર જિલ્લામાં પોલીસ તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. સુરક્ષા દ્રષ્ટિએ રેલવે સ્ટેશન, બસ સ્ટેશન તેમજ શહેરની વિવિધ ચેક પોસ્ટ પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. શંકાસ્પદ હિલચાલ તેમજ આવતા–જતા લોકોની વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ સાથે બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો પણ ચેકિંગમાં જોડાઈ છે. શહેરમાં દરેક મુખ્ય સ્થળોએ પોલીસની તૈનાતી વધારવામાં આવી છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ તંત્ર સતર્ક બની સુરક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવવામાં આવ્યું છે.

રાજસ્થાન બોર્ડર પર સઘન તપાસ

દિલ્હીની ઘટના બાદ અરવલ્લી જિલ્લા પોલીસ એલર્ટ મોડમાં આવી છે. જિલ્લાને જોડતી આંતર રાજ્ય બોર્ડર ઉપર સુરક્ષા વધારવામાં આવી છે, શામળાજી રતનપુર બોર્ડર પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે,રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશતા તમામ વાહનોમાં તપાસ હાથ ધરવામાં આવી છે.

સાબરકાંઠા જિલ્લામાં સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડમાં આવી ગઈ છે. દિલ્હી–મુંબઈને જોડતા નેશનલ હાઈવે સહિત જિલ્લાના મુખ્ય માર્ગો પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન તેમજ જાહેર સ્થળોએ પણ પોલીસ તૈનાત કરી વાહનો અને મુસાફરોની તપાસ કરવામાં આવી રહી છે. એલસીબી અને એસઓજીની ટીમો ચેકિંગ કામગીરીમાં જોડાઈ છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને દિલ્હી તરફથી આવતા વાહનોની વિગતવાર તપાસ થઈ રહી છે. સાબરકાંઠા પોલીસે ગુજરાત–રાજસ્થાન સરહદ પર સતર્કતા વધારી કડક સુરક્ષા વ્યવસ્થા અમલમાં મૂકી છે.