Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : car that was blasted was registered in the name of Nadeem from Haryana

બ્લાસ્ટ થયેલી કાર હરિયાણાના પાસીંગની, સલમાનના નામે રજિસ્ટર્ડ છે i20 કાર, પોલીસ કરી અટકાયત

Timeછેલ્લું અપડેટ : 10 Nov 2025
લાઇવ ટીવીGoogle News
બ્લાસ્ટ થયેલી કાર હરિયાણાના પાસીંગની, સલમાનના નામે રજિસ્ટર્ડ છે i20 કાર, પોલીસ કરી અટકાયત
સોર્સ : GSTV

દિલ્હીમાં લાલ કિલ્લા પાસે એક કારમાં શક્તિશાળી વિસ્ફોટ થયો હતો, જેના કારણે ગભરાટ ફેલાયો છે. આ વિસ્ફોટમાં 10 લોકોના મોત થયા છે અને 24 લોકો ઘાયલ થયા છે. બ્લાસ્ટ થયેલી i20 કાર હરિયાણા પાસીંગની હોવાની જાણવા મળી રહ્યું છે અને આ કાર સલમાન નામના શખ્સ પર રજિસ્ટર્ડ હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ પોલીસ તેની અટક કરી વધુ તપાસ હાથ ધરી છે.

App Store

જાણો સમગ્ર ઘટના 

દિલ્હીમાં લાલ કિલ્લા પાસે એક ઇકો વાનમાં એક શક્તિશાળી વિસ્ફોટ થયો હતો, જેના કારણે ગભરાટ ફેલાયો છે. આ વિસ્ફોટમાં 10 લોકોના મોત થયા છે અને 24 લોકો ઘાયલ થયા છે. આ બ્લાસ્ટ ઘટનામાં હજુ મૃત્યુઆંક વધી શકે છે. વિસ્ફોટ ખૂબ જ તીવ્ર હતો. 6થી 7 વાહનો આગની ઝપેટે આવ્યા છે. દિલ્હી બ્લાસ્ટને પગલે PM મોદીએ ગૃહમંત્રી અમિત શાહ સાથે વાતચીત કરી છે. વિસ્ફોટનું કારણ સ્પષ્ટ નથી, પરંતુ આ પછી દિલ્હી, મુંબઈ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં હાઇ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, સુરત સહિતના શહેરોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ધડાકો સામાન્ય નથી: CP

દિલ્હીમાં લાલ કિલ્લા પાસે એક ઇકો વાનમાં એક પ્રચંડ વિસ્ફોટ થયો હતો, જેના કારણે ગભરાટ ફેલાયો છે. આ વિસ્ફોટમાં આઠ લોકોના મોત થયા છે, જ્યારે 25થી વધુ લોકો ઘાયલ થયા છે. આ બ્લાસ્ટ ઘટનામાં હજુ મૃત્યુઆંક વધી શકે છે. આ અંગે દિલ્હી પોલીસ કમિશનરે કહ્યું છે કે ધડાકો સામાન્ય નથી. 

i20 કારમાં બ્લાસ્ટ થયો

દિલ્હીમાં કારમાં બ્લાસ્ટ બાદ કેન્દ્રીય ગૃહમંત્રીનું નિવેદન સામે આવ્યું છે, તેમણે કહ્યું હતું કે ઘટનાની તપાસના આદેશ આપી દેવાયા છે. સુભાષ માર્ગ ટ્રાફિક સિગ્નલ પર હ્યુન્ડાઈની i20 કારમાં બ્લાસ્ટ થયો હતો.