ડોક્ટર બન્યો હેવાન: મહિલા દર્દીને બેભાન કરી વારંવાર દુષ્કર્મ આચર્યું, અશ્લીલ તસવીરો પાડી 4 લાખ રૂપિયા માંગ્યા
ઓગસ્ટ 2024માં કોલકાતાના આરજી કર હોસ્પિટલમાં થયેલા ડોક્ટર રેપ-મર્ડર કેસ બાદ ઉઠેલો વિવાદ રોકાઈ રહ્યો નથી કે વધુ એક

ઓગસ્ટ 2024માં કોલકાતાના આરજી કર હોસ્પિટલમાં થયેલા ડોક્ટર રેપ-મર્ડર કેસ બાદ ઉઠેલો વિવાદ રોકાઈ રહ્યો નથી કે વધુ એક ડોક્ટરે રેપ કર્યો હોવાનો બનાવ બન્યો છે. જેણે મહિલા દર્દીને બેભાનનું ઈન્જેક્શન લગાવીને હવસનો શિકાર બનાવી હતી. એટલું જ નહીં પીડિતાની અશ્લીલ તસવીરો પણ ખેંચી હતી. તસવીર વાયરલ કરવાની ધમકી આપીને પીડિતા પાસે 4 લાખ રૂપિયા માગ્યા હતા.
આ ઘટના પશ્ચિમ બંગાળના નોર્થ 24 પરગણા જિલ્લાના હસનાબાદ વિસ્તારની છે. ડો. નૂર આલમ સરદાર આરોપીનું નામ છે. જેનું એક પ્રાઈવેટ ક્લિનિક છે. આ ક્લિનિકમાં તેણે મહિલાને હવસનો શિકાર બનાવી હતી. પોલીસે પીડિતાની ફરિયાદ પર રેપ અને બ્લેકમેલિંગનો કેસ નોંધ્યો છે. આરોપીને હાલ જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે. પીડિતાનો આરોપ છે કે ડોક્ટરે એક નહીં, ઘણી વખત તેની સાથે દુષ્કર્મ કર્યું.
આ પણ વાંચો: ભાજપ શાસિત આ રાજ્યમાં બળાત્કારીઓ બેફામ, બે મહિનામાં જ નવ ગેંગરેપ
બળજબરીપૂર્વક ઈન્જેક્શન લગાવીને ફાયદો ઉઠાવ્યોપોલીસને આપવામાં આવેલી ફરિયાદમાં પીડિતાએ જણાવ્યું કે 'હું નોર્થ 24 પરગનાના હસનાબાદ વિસ્તારમાં રહુ છું. મારા પતિ વિદેશમાં નોકરી કરે છે અને ત્યાં રહે છે. મે મારા પતિને ડોક્ટરની હરકતો વિશે જણાવ્યું અને તેમણે જ ભારત આવીને પોલીસ કેસ કરાવ્યો. મારી તબિયત ઠીક રહેતી નહોતી. હું ડોક્ટર નૂર પાસે આવી તો તેમણે મને ઈન્જેક્શન લગાવવાની વાત કહી. હું ઈન્જેક્શન લગાવવા માગતી નહોતી પરંતુ ડોક્ટરે ઝડપી રિકવરી થવાનો હવાલો આપીને ઈન્જેક્શન લગાવી દીધું. તે બાદ મને કંઈ યાદ નથી. જ્યારે ભાનમાં આવી તો હું ક્લિનિકમાં બેડ પર સૂઈ રહેલી હતી અને મારા કપડા વ્યવસ્થિત નહોતા. મને લાગ્યું કે કંઈક ખોટું થયું છે. તે બાદ ડોક્ટરે મને મારી અશ્લીલ તસવીરો બતાવી અને રૂપિયા માગ્યા. તસવીર વાયરલ કરવાની ધમકી આપીને ઘણી વખત દુષ્કર્મ આચર્યું.
પીડિતાએ સુસાઈડ કરવાનો પ્રયત્ન કર્યો
રિપોર્ટ અનુસાર પીડિતાના પતિએ જણાવ્યું કે 'મને ઘટના વિશે ત્યારે ખબર પડી જ્યારે પાડોશીઓએ જણાવ્યું કે મારી પત્નીએ સુસાઈડ કરવાનો પ્રયત્ન કર્યો. આ વિશે જાણ થતાં જ હું ભારત આવ્યો અને પત્નીને તેની તકલીફનું કારણ પૂછ્યું. તેણે સમગ્ર ઘટના જણાવી અને પછી હું મારી પત્નીને મેડિકલ ચેકઅપ માટે લઈ ગયો. મેડિકલ રિપોર્ટ લઈને મે પોલીસને લેખિત ફરિયાદ આપી.'
NCRBના રિપોર્ટ અનુસાર પશ્ચિમ બંગાળ મહિલા વિરુદ્ધ ગુનાના મામલે 34738 કેસોની સાથે ચોથા નંબરે છે. 65743 મામલાની સાથે ઉત્તર પ્રદેશ પહેલા, 45331 કેસોની સાથે મહારાષ્ટ્ર બીજા અને રાજસ્થાન 45058 કેસોની સાથે ત્રીજા નંબરે છે.








