Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ બાદ ગૃહમંત્રી અમિત શાહના આવાસ પર હાઇ લેવલ બેઠક શરૂ,DG-NIA પણ હાજર

દેશના પાટનગર દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે સોમવારે કારમાં બ્લાસ્ટ બાદ દિલ્હી હાઇએલર્ટ પર છે.દિલ્હીમાં બ્લાસ્ટ બાદ દેશમાં અમદાવાદ સહિત અનેક શહેરોમાં હાઇએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને સુરક્ષા હાથ ધરવામાં આવી છે.
દિલ્હી બ્લાસ્ટ બાદ લાલ કિલ્લા પાસે RAF તૈનાત
દિલ્હી બ્લાસ્ટ બાદ લાલ કિલ્લા પાસે ઘટનાસ્થળ પર રેપિડ એક્શન ફોર્સ (RAF) તૈનાત છે. કાલે સાંજે લગભગ 7 વાગ્યે એક હ્યુડાઇ i20 કારમાં વિસ્ફોટ થયો હતો. દિલ્હી પોલીસ, FSL અને અન્ય સુરક્ષા એજન્સીઓ ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરી રહી છે.
લાલ કિલ્લા પ્રવાસન માટે 13 નવેમ્બર સુધી બંધ
દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે થયેલા બ્લાસ્ટ બાદ સુરક્ષાના કારણોસર લાલ કિલ્લાને 13 નવેમ્બર સુધી પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યો છે. દિલ્હી પોલીસ અને સુરક્ષા એજન્સીઓ તપાસ કરી રહી છે. ફોરેન્સીક ટીમ પણ ઘટનાસ્થળેથી સેમ્પલ ભેગા કરી રહી છે.
દિલ્હી બ્લાસ્ટ ફિદાયીન હુમલો હોવાની શંકા-સૂત્ર
દિલ્હી પોલીસની પ્રાથમિક તપાસમાં લાલ કિલ્લા પર થયેલો કાર બ્લાસ્ટ 'ફિદાયીન'હુમલો હોઇ શકે છે. તપાસમાં શંકાસ્પદ વ્યક્તિનો હેતુ સ્પષ્ટ થયો છે. ફરીદાબાદ મોડ્યૂલનો પર્દાફાશ થયો હોવાની જાણ થતાં જ આત્મઘાતી હુમલાની યોજના બનાવી હતી. વિસ્ફોટ પાછળનો હેતુ નક્કી કરવા માટે તમામ સંબંધિત એજન્સીઓ કામ કરી રહી છે.
ગૃહમંત્રી અમિત શાહે બોલાવી હાઇલેવલ બેઠક
દિલ્હી બ્લાસ્ટ બાદ ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીમાં હાઇલેવલ બેઠક બોલાવી છે. આ બેઠકમાં ગૃહ સચિવ, IBના ડાયરેક્ટર, દિલ્હી પોલીસ કમિશનર, DG NIA પણ હાજર રહેશે. આ સાથે જ જમ્મુ કાશ્મીરના DGP ઓનલાઇન આ બેઠકમાં જોડાશે.

