મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના એડિટેડ વીડિયો અંગે દિલ્હી પોલીસે નોંધી ફરિયાદ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો એક એડિટેડ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. દિલ્હી પોલીસે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના એડિટેડ વીડિયો અંગે દિલ્હી પોલીસે નોંધી ફરિયાદ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો એક એડિટેડ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. દિલ્હી પોલીસે આ અંગે એફઆઈઆર નોંધી છે. દિલ્હી પોલીસને ગૃહમંત્રીના એડિટેડ વીડિયોને લઈને 2 ફરિયાદો મળી હતી.

એક ફરિયાદ ભાજપ દ્વારા કરવામાં આવી હતી જ્યારે બીજી ફરિયાદ ગૃહ મંત્રાલય દ્વારા કરવામાં આવી હતી. ફરિયાદ પર દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ સાયબર વિંગ IFSO યુનિટે FIR નોંધી છે.

અમિત શાહના એક વીડિયો સાથે છેડછાડ કરવામાં આવી છે. આ પછી એડિટેડ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સંપાદિત વિડિયોમાં, ગૃહમંત્રીને SC/ST અને OBC માટે અનામત પર ટિપ્પણી કરતા સાંભળી શકાય છે. ભાજપે આ એડિટેડ વીડિયોને લઈને દેશભરમાં FIR નોંધવાનો નિર્ણય લીધો છે.

આ સમાચાર શેર કરો