મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

દિલ્હી જન્માષ્ટમીની સુરક્ષા વ્યવસ્થામાં લાપરવાહી, 8 પોલીસ કર્મી સસ્પેન્ડ

દેશભરમાં કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. દિલ્હીમાં જન્માષ્ટમીની સુર

દિલ્હી જન્માષ્ટમીની સુરક્ષા વ્યવસ્થામાં લાપરવાહી, 8 પોલીસ કર્મી સસ્પેન્ડ

દેશભરમાં કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. દિલ્હીમાં જન્માષ્ટમીની સુરક્ષા વ્યવસ્થામાં ઘોર બેદરકારી બદલ પોલીસકર્મીઓને સજા કરવામાં આવી છે. 8 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને ઘણા પોલીસકર્મીઓ સામે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

શું છે આખો મામલો?

પોલીસના જણાવ્યા અનુસાર, પોલીસ કમિશનર આઉટર નોર્થ જિલ્લામાં સ્થિત ઇસ્કોન મંદિરની સુરક્ષાનો અભ્યાસ કરવા આવ્યા હતા. ઘણા પોલીસકર્મીઓ તેમની ફરજ સ્થાનેથી ગુમ હોવાનું જાણવા મળ્યું છએ. આવા અધિકારીઓ સામે વિભાગીય કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.

પોલીસે કહ્યું કે હાલમાં આઠ લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, પરંતુ ઘણા વધુ લોકો હાજર ન હોવાનું જાણવા મળ્યું છે, તેમના કારણોની ચકાસણી કર્યા પછી કાર્યવાહી કરવામાં આવશે.

આ સમાચાર શેર કરો