દિલ્હી ગેસ ચેમ્બર બની રહી છે, દિવાળીમાં 28 મોનિટરિંગ સ્ટેશન હતા બંધ, સુપ્રીમ કોર્ટે માંગ્યો રિપોર્ટ
સુપ્રીમ કોર્ટે સોમવારે દિલ્હીમાં ખરાબ એર ક્વોલિટીને લઈને કમીશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ પાસેથી

સુપ્રીમ કોર્ટે સોમવારે દિલ્હીમાં ખરાબ એર ક્વોલિટીને લઈને કમીશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ પાસેથી રિપોર્ટ માંગી છે. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા બીઆર ગવઈ અને જસ્ટિસ વિનોદ ચંદ્રનની બેંચે આ આદેશ ત્યારે આપ્યો જ્યારે દિલ્હીમાં દિવાળી દરમિયાન મોટાભાગના એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન બંધ હતા.
દિલ્દીમાં થતા હવા પ્રદૂષણને મામલે એમિકસ ક્યૂરી સીનિયર વકીલ અપરાજીતા સિંહે CAQM પાસેથી રિપોર્ટ માંગી છે. એર રિપોર્ટ અનુસાર તેમણે કહ્યું કે, વાયુ પ્રદૂષણની સ્થિતિ પર CAQMની રિપોર્ટ જોઈએ. દિલ્હીમાં 37માંથી ફક્ત 9 મોનિટરિંગ સ્ટેશન દિવાળી વખતે કામ કરી રહ્યાં હતા. જે બાદ કોર્ટે CAQM પાસેથી સ્ટેટસ રિપોર્ટ માંગી છે.
નોંધનીય છે કે, દિલ્લી ગેસ ચેંબરમાં ફેરવાઈ રહી છે. હાલમાં દિવાળી બાદ દિલ્હીની એર ક્વોલિટી ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. જે બાદ દિલ્હી સરકારે પ્રદૂષણને કાબૂમાં કરવાના કેટલાક પ્રયત્નો કર્યા હતા. આશ્ચર્યની વાત તો એ છે કે દિવાળી પહેલા સુપ્રીમ કોર્ટે રાજધાની દિલ્હી અને આસ-પાસના એરિયામાં ગ્રીન ફટાકડાંની પરવાનગી આપી હતી, જે બાદ પણ પ્રદૂષણનું સ્તર વધી ગયું છે. આપ નેતાઓએ આરોપ લગાવ્યા હતા કે, દિવાળી દરમિયાન પ્રદૂષણ માપવાના મશીન બંધ કરી દેવાયા હતા, જેથી તે સમયે દિલ્હીના પ્રદૂષણનું સ્તર અમુક જગ્યાએ 900થી પણ વધારે પહોંચી ગયુ હતું,






