Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Delhi University Acid Attack: Acid attack on college student in Delhi, accused absconding

Delhi University Acid-Attack : દિલ્હીમાં કૉલેજની વિદ્યાર્થિની પર એસિડ હુમલો, આરોપીઓ ફરાર

Timeછેલ્લું અપડેટ : 26 Oct 2025
લાઇવ ટીવીGoogle News
Delhi University Acid-Attack : દિલ્હીમાં કૉલેજની વિદ્યાર્થિની પર એસિડ હુમલો, આરોપીઓ ફરાર
સોર્સ : GSTV

Delhi University Acid-Attack : દેશની રાજધાની દિલ્હીમાં આવેલી લક્ષ્મીબાઈ કૉલેજ નજીક દિલ્હી યુનિવર્સિટીના સેકન્ડ યરની એક વિદ્યાર્થિની પર એસિડ એટેકની ઘટના સામે આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ હુમલો કૉલેજથી થોડા અંતરે થયો હતો જ્યારે પીડિતા કૉલેજ જઈ રહી હતી. એસિડ એકેટમાં પીડિતાનો ચહેરો બચી ગયો પરંતુ તેના હાથ બળી ગયા હતા. નિવેદનના આધારે પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

App Store

પીડિતાને હાથમાં ઈજા થઈ છે
વિદ્યાર્થિની પર જ્વલનશીલ પદાર્થ ફેંકવાની ઘટના સવારે 10 વાગ્યાની આસપાસ બની હતી. હુમલા બાદ હાજર લોકોએ પીડિતાનેતાત્કાલિક નજીકની હોસ્પિટલ ખસેડી હતી. હોસ્પિટલે જણાવ્યું હતું કે, પીડિતાને હાથમાં ઈજા થઈ છે અને તેની સારવાર કરવામાં આવી રહી છે.

મુકુંદપુરની 20 વર્ષીય યુવતી પર એસિડ એટેક થયો
દિલ્હી પોલીસ દ્વારા જારી કરાયેલા નિવેદનમાં જણાવાયું છે કે મુકુંદપુરની 20 વર્ષીય યુવતી પર એસિડ એટેક થયો હોવાની માહિતી મળી હતી. પીડિતાએ જણાવ્યું હતું કે તે તેના ક્લાસ માટે અશોક વિહારની લક્ષ્મીબાઈ કૉલેજ જઈ રહી હતી. જ્યારે તે કૉલેજ જઈ રહી હતી, ત્યારે મુકુંદપુરનો રહેવાસી અને તેનો પરિચિત જીતેન્દ્ર તેના મિત્રો, ઇશાન અને અરમાન સાથે મોટરસાઇકલ પર આવ્યો હતો.

આરોપી ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો
એવો આરોપ છે કે ઇશાને અરમાનને એક બોટલ આપી હતી, જેણે યુવતી પર એસિડ ફેંક્યું હતું. પીડિતાએ તેનો ચહેરો ઢાંકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેના બંને હાથ બળી ગયા હતા. આરોપી ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો. પીડિતાના જણાવ્યા મુજબ, જીતેન્દ્ર તેનો પીછો કરી રહ્યો હતો અને લગભગ એક મહિના પહેલા તેમની વચ્ચે ઉગ્ર દલીલ થઈ હતી. ક્રાઇમ ટીમ અને FSL ટીમે ક્રાઈમ સીનનું નિરીક્ષણ કર્યું. પીડિતાના નિવેદન અને ઇજાઓના પ્રકારને આધારે કાયદાકીય કાર્યવાહી સંહિતા (CrPC)ની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે

પોલીસની ઘણી ટીમો ઘટનાસ્થળ અને આસપાસના વિસ્તારની તપાસ કરી રહી છે. CCTV ફૂટેજ અને રાહદારીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. વધુમાં, પોલીસ એ નક્કી કરવાનો પ્રયાસ કરી રહી છે કે શું અગાઉનો કોઈ વિવાદ હુમલાનું કારણ હતું.