Ahmedabad news: અમદાવાદ-ભાવનગર હાઈવે પર કારને નડયો અકસ્માત, 3 લોકોનાં મોત

Ahmedabad news: અમદાવાદ-ભાવનગર એક્સપ્રેસ હાઈવે પર આજે રવિવાર ગોઝારો નિવડયો. વેજલકા ગામ પાસે પૂરપાટવેગે ધસી આવતી કારને રોડ પર સિમેન્ટના બ્લોકની આડસ મૂકેલી હતી. આ બ્લોક સાથે કાર અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકોનાં મોત થયા હતા. આ ઘટનામાં અન્ય બે લોકોને ઈજા થઈ હતી.
મળતી માહિતી અનુસાર, અમદાવાદ ભાવનગર એક્સપ્રેસ હાઈવે પર આવેલા વેજલકા ગામ પાસે પૂરઝડપે ભાવનગર તરફ જઈ રહેલી કારને હાઈવે બંધ હોવાથી રોડ પર સિમેન્ટના બ્લોકની આડસ મૂકવામાં આવી હતી. જેથી આ બ્લોકને કાર ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેથી ઘટનાસ્થળે બે મહિલા અને એક પુરુષનું મોત થયું હતું. જ્યારે બે લોકોને ઈજાઓ થતા તેમને 108થી ભાવનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાસ્થળે કોઠ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
મૃતકોના નામ
- અદીતિ કૃણાલભાઈ જાની (ઉં.વ.17)
- કોમલબેન કલ્પેશભાઈ પટેલ (ઉં.વ.42)
- કલ્પેશભાઈ મોહનભાઈ પટેલ (ઉં.વ.45)

