CBI કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને 12 જુલાઈ સુધી ન્યાયિક કસ્ટડી
દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે એક્સાઈઝ પોલિસી સંબંધિત CBI કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજ

દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે એક્સાઈઝ પોલિસી સંબંધિત CBI કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 12 જુલાઈ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. CBIએ 26 જૂને દિલ્હી લિકર પોલિસી કેસમાં અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી. સીબીઆઈને કોર્ટમાંથી અરવિંદ કેજરીવાલના 3 દિવસના રિમાન્ડ મળ્યા હતા જેમાં તે અરવિંદ કેજરીવાલની પૂછપરછ કરવા માંગતી હતી.
આજે જ્યારે 3 દિવસના રિમાન્ડ પૂરા થયા ત્યારે CBIએ અરવિંદ કેજરીવાલના વધુ રિમાન્ડની માગણી કરી ન હતી, પરંતુ કેજરીવાલને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાની માગણી કરી હતી.






