Delhi blast news: મૃતકોના પરિજનોને 10-10 લાખ વળતર આપશે રાજ્ય સરકાર, ઇજાગ્રસ્તોને પણ મળશે સહાય
દિલ્હીમાં ભાજપની સરકારે લાલ કિલ્લા નજીક કાર બ્લાસ્ટમાં મૃત્યુ પામેલા ઘાયલો અને ગંભીર રી

દિલ્હીમાં ભાજપની સરકારે લાલ કિલ્લા નજીક કાર બ્લાસ્ટમાં મૃત્યુ પામેલા ઘાયલો અને ગંભીર રીતે ઘાયલો માટે વળતરની જાહેરાત કરી છે. દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ સોશિયલ મીડિયા સાઈટ 'X' પર લખ્યું કે, 'દિલ્હીમાં બનેલી દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓથી આખું શહેર સ્તબ્ધ કરી દેવાયું છે. આ મુશ્કેલ સમયમાં દિલ્હી સરકારની ઊંડી સંવેદનાઓ તે તમામ પરિવારો સાથે છે જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે અને જે આ ઘટનામાં ઘાયલ થયા છે.'
કેટલું વળતર આપશે સરકાર?
મુખ્યમંત્રીએ લખ્યું કે, 'દિલ્હી સરકાર દરેક પીડિત પરિવારની સાથે મજબૂતીથી ઊભી છે અને અમે તાત્કાલિક રાહત માટે એક સંવેદનશીલ નિર્ણય લીધો છે. આ ઘટનામાં મૃતકોના પરિવારજનોને રૂ.10 લાખ, સ્થાયી રીતે અક્ષમ લોકોને રૂ.5 લાખ, ગંભીર રીતે ઘાયલોને રૂ.2 લાખની રકમ આપશે. ઘાયલોની યોગ્ય અને ગુણવત્તાયુક્ત સારવારની જવાબદારી અમારી સરકાર લેશે.
દિલ્હીની શાંતિ અને સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. તંત્ર સંપૂર્ણ તત્પરતાથી કામ કરી રહ્યું છે અને તમામ પીડિત લોકો અને તેમના પરિવારજનોની સાથે ઊભું છે.' આ તમામ વચ્ચે દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશને માહિતી આપી છે કે સુરક્ષાના કારણોથી લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન 12 નવેમ્બરે બંધ રહેશે. બાકી તમામ સ્ટેશન ચાલુ છે.






