મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: વિધાનસભામાં DK શિવકુમાર RSSની પ્રાર્થના બોલતા કોંગ્રેસમાં સન્નાટો, ભાજપે પાટલી થપથપાવી

કર્ણાટક વિધાનસભામાં ગુરુવારે રાજ્યના ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમાર સંઘ પ્રાર્થના ગણગણતા હતા. ક

VIDEO: વિધાનસભામાં DK શિવકુમાર RSSની પ્રાર્થના બોલતા કોંગ્રેસમાં સન્નાટો, ભાજપે પાટલી થપથપાવી

કર્ણાટક વિધાનસભામાં ગુરુવારે રાજ્યના ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમાર સંઘ પ્રાર્થના ગણગણતા હતા. કર્ણાટક વિધાનસભામાં 'આરસીબી ભાગદોડ' કેસની ચર્ચા ચાલી દરમિયાન ભાજપના ધારાસભ્ય આર અશોકે નાયબ મુખ્યમંત્રી શિવકુમાર તરફ ઈશારો કરતા કહ્યું કે, કર્ણાટક સરકારે આરસીબી ભાગદોડની જવાબદારી લેવી જોઈએ. આ અંગે ડીકે શિવકુમારે કહ્યું કે, તેમને ભાજપની બધી ચાલની ખબર છે, પછી તેમણે સંઘ શાખામાં યોજાયેલી પ્રાર્થનાની કેટલીક લાઈનો ગણગણી. 

આ અંગે ડીકે શિવકુમારે મીડિયાને કહ્યું કે, હું જન્મજાત કોંગ્રેસી છું. મેં દરેક રાજકીય પક્ષોનો અભ્યાસ કર્યો છે. હું જાણું છું કે, આરએસએસ કેવી રીતે કર્ણાટક સંસ્થાન બનાવી રહ્યું છે. દરેક જિલ્લાની બધી શાળાઓ પર કબજો કરી રહ્યા છે. તેઓ બાળકોને ઉપદેશ આપવાનો પણ પ્રયાસ કરી રહ્યા છે.

ડિકે શિવકુમારે કહ્યું કે, એક નેતા તરીકે મને ખબર હોવી જોઈએ કે મારા વિરોધીઓ કોણ છે અને મારા મિત્રો કોણ છે. હું ફક્ત આરએસએસ અને તેના ઇતિહાસ વિશે જાણવાનો પ્રયાસ કરું છું. રાજકીય રીતે, આપણી વચ્ચે ઘણા મતભેદો છે. પરંતુ ભાજપને ખબર પડવી જોઈએ કે હું ઘણું બધું જાણી ગયો છું.  

ભાજપ દ્વારા લગાવવામાં આવેલા આરોપોનો જવાબ આપતા ડીકે શિવકુમારે કહ્યું, "હું કર્ણાટક રાજ્ય ક્રિકેટ એસોસિએશન (KSCA) નો સભ્ય છું અને KSCA સેક્રેટરી સહિત સંગઠનના લોકો મારા મિત્રો છે. હું બેંગલુરુનો પ્રભારી મંત્રી છું. હું 4 જૂને એરપોર્ટ અને સ્ટેડિયમ ગયો હતો. મેં કર્ણાટકનો ધ્વજ પણ પકડ્યો હતો, તેમને (RCB) શુભેચ્છા પાઠવી હતી અને કપને ચુંબન પણ કર્યું હતું. મેં મારું કામ કર્યું હતું. આવા સમયે આકસ્મિક ઘટનાઓ અન્ય રાજ્યમાં પણ બની છે. જો જરૂર પડે તો હું અન્ય સ્થળોએ બનેલી ઘટનાઓની યાદી પણ વાંચી સંભળાવીશ. મારી પાસે તમારા વિશે ઘણું કહેવાનું છે. 

આ સમાચાર શેર કરો