મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: સંસદમાં NEET મુદ્દે વિરોધ કરી રહેલા કોંગ્રેસના સાંસદની અચાનક તબિયત લથડી

Congress MP Phulo Devi Netam being taken to hospital | સંસદ સત્રના પાંચમા દિવસે NEET મુદ્દે બંને ગૃહોમાં ભારે હોબાળો થયો હતો. આ વિરોધ પ્રદર્શન દરમિયાન રાજ્યસ

VIDEO:  સંસદમાં NEET મુદ્દે વિરોધ કરી રહેલા કોંગ્રેસના સાંસદની અચાનક તબિયત લથડી

સંસદ સત્રના પાંચમા દિવસે NEET મુદ્દે બંને ગૃહોમાં ભારે હોબાળો થયો હતો. આ વિરોધ પ્રદર્શન દરમિયાન રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ ફૂલો દેવી નેતામની અચાનક તબિયત લથડી હતી. જેના પગલે તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. 

રાજ્યસભાની કાર્યવાહી ચાલુ હતી. આ દરમિયાન નીટ મુદ્દે વિરોધ કરી રહેલા સાંસદ ફૂલો દેવી નેતામને અચાનક ચક્કર આવ્યા હતા. બાદમાં તેમને સંસદમાંથી આરએમએલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાંસદ ફૂલો દેવી નેતામને મળવા માટે આરએમએલ હોસ્પિટલ પહોંચ્યા હતા. 

કોણ છે ફૂલો દેવી નેતામ?

ફૂલો દેવી નેતામ છત્તીસગઢના બસ્તર વિસ્તારના કોંડાગાંવના રહેવાસી છે અને કોંગ્રેસના રાજ્યસભા સાંસદ છે. તેમજ તેઓ છત્તીસગઢમાં મહિલા કોંગ્રેસના અધ્યક્ષ પણ છે.  14 સપ્ટેમ્બર 2020ના રોજ કોંગ્રેસના સભ્ય તરીકે છત્તીસગઢથી રાજ્યસભા માટે ચૂંટાયા હતા.

આ સમાચાર શેર કરો