કોંગ્રેસે આગામી 4 વિધાનસભા ચૂંટણી માટે સ્ક્રીનીંગ કમિટીની કરી જાહેરાત, દિગ્ગજ નેતાઓને સોંપી જવાબદારી
કોંગ્રેસે આગામી 4 વિધાનસભા ચૂંટણી માટે સ્ક્રીનીંગ કમિટીની જાહેરાત કરી છે. જ

કોંગ્રેસે આગામી 4 વિધાનસભા ચૂંટણી માટે સ્ક્રીનીંગ કમિટીની જાહેરાત કરી છે. જેમાં દરેક રાજ્યમાં એક 1 સ્ક્રીનિંગ કમિટી ચેરમેન સાથે 3થી 4 સભ્યોની નિમણુંક કરવામાં આવી છે.
હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે સ્ક્રીનીંગ કમિટીના ચેરમેન તરીકે અજય માકનને જવાબદારી સોંપાઈ છે. મણિકમ ટાગોર, જીગ્નેશ મેવાણી, શ્રીનિવાસ બી.વી. ને સ્ક્રીનીંગ કમિટીના મેમ્બર બનાવવામાં આવ્યા છે.
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે સ્ક્રીનીંગ કમિટીના ચેરમેન તરીકે પૂર્વ રાજ્યસભા સાંસદ અને સિનિયર કોંગ્રેસ નેતા મધુસુદન મિસ્ત્રીને જવાબદારી સોંપાઈ છે. સપ્તગીરી શંકર ઉલાકા, મન્સૂર અલી ખાન, ડો. સિરીવેલા પ્રસાદને સ્ક્રીનીંગ કમિટીના મેમ્બર બનાવવામાં આવ્યા છે.
ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે સ્ક્રીનીંગ કમિટીના ચેરમેન તરીકે ગિરીશ ચોદણકરને જવાબદારી સોંપાઈ છે. પૂનમ પાસવાન અને પ્રકાશ જોષીને સ્ક્રીનીંગ કમિટીના મેમ્બર બનાવવામાં આવ્યા છે.
જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે સ્ક્રીનીંગ કમિટીના ચેરમેન તરીકે સુખજિન્દર સિંહ રંધાવાને જવાબદારી સોંપાઈ છે. એન્ટો એન્ટોની અને સચિન રાવને સ્ક્રીનીંગ કમિટીના મેમ્બર બનાવવામાં આવ્યા છે.








