મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ટિકિટ ન મળતા યુવા દલિત નેતાનો કોંગ્રેસ પર પ્રહાર, રાજીનામું આપી લગાવ્યા ગંભીર આરોપ

મધ્યપ્રદેશમાં લોકસભા ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે. આ દરમિયાન કોંગ્રેસની મુશ્કેલી ફ

ટિકિટ ન મળતા યુવા દલિત નેતાનો કોંગ્રેસ પર પ્રહાર, રાજીનામું આપી લગાવ્યા ગંભીર આરોપ

મધ્યપ્રદેશમાં લોકસભા ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે. આ દરમિયાન કોંગ્રેસની મુશ્કેલી ફરી વધી છે. અહીં પાર્ટીના એક દિગ્ગજ નેતાએ કોંગ્રેસનો સાથ છોડી ભાજપમાં જોડાવાની જાહેરાત કરી છે. દેવાશીષ જરારિયા કોંગ્રેસના યુવા અને દલિત નેતા હતા. 

2019માં લડી હતી લોકસભા ચૂંટણી

2019માં ભિંડ-દતિયા લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર રહી ચૂકેલા દેવાશીષ જરારિયાએ આજે તેમના રાજીનામાની જાહેરાત કરી દીધી. તે પાર્ટીના યુવા દલિત નેતા તરીકે ઓળખ ધરાવે છે. પાર્ટી છોડ્યા પછી તેમણે કોંગ્રેસ પર અનેક ગંભીર આરોપો લગાવતા કહ્યું કે, કોંગ્રેસના કેટલાક નેતાઓએ મારી રાજકીય હત્યા કરવાની જવાબદારી ઉપાડી છે. કોંગ્રેસે મને દૂધમાંથી માખીની જેમ કાઢીને ફેંકી દીધો. 

કોંગ્રેસ પર લગાવ્યા ગંભીર આરોપ

તેમણે કહ્યું કે, પાર્ટી 5 વર્ષથી વાયદો કરી રહી હતી કે ભિંડથી લોકસભાની ટિકિટ મને આપવામાં આવશે. પણ સમય આવતા બધા ફરી ગયા. મેં દિવસ રાત મહેનત કરી પણ જૂથવાદ દ્વારા કોંગ્રેસે જ કોંગ્રેસને નિપટાવી દીધી. આ પાર્ટીમાં જે આંતરિક હુમલા કરે છે તેને જ વધારે માન અપાય છે જે મારા ચરિત્રમાં નથી. પાર્ટી ઓબીસી અને મહિલાઓ વિશે વાત કરે છે પણ ટિકિટ નથી આપતી. આ વખતે પાર્ટીએ દેવાશીષની જગ્યાએ ભાંડેરના ધારાસભ્ય ફુલ સિંહ બારૈયાને ભિંડથી લોકસભાના ઉમેદવાર બનાવ્યા હતા. તેના બાદથી દેવાશીષ નારાજ હતા. 

આ સમાચાર શેર કરો