મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

માઉન્ટ આબુમાં ઠંડીનો કહેર શરૂ; શૂન્ય ડિગ્રી તાપમાનમાં બરફ જામ્યો, સહેલાણીઓને મજા પડી

રાજસ્થાનના માઉન્ટ આબુમાં ઠંડીનો કહેર શરૂ થઈ ચૂક્યો છે. આ દરમિયાન શૂન્ય

માઉન્ટ આબુમાં ઠંડીનો કહેર શરૂ; શૂન્ય ડિગ્રી તાપમાનમાં બરફ જામ્યો, સહેલાણીઓને મજા પડી

રાજસ્થાનના માઉન્ટ આબુમાં ઠંડીનો કહેર શરૂ થઈ ચૂક્યો છે. આ દરમિયાન શૂન્ય ડિગ્રી તાપમાનમાં બરફ જામ્યો છે. આ સ્થિતિમાં સહેલાણીઓ આહલાદક વાતાવરણમાં મંત્રમુગ્ધ થયા છે. 

સીઝનના પ્રથમ બરફના નજારા જોવા મળ્યા

રાજસ્થાનના એકમાત્ર હિલ સ્ટેશનમાં શિયાળુ સત્ર શરૂ થઈ ગયું છે. અહીં ઠંડીએ તેનો ચમકારો આપી દેતા તાપમાન શૂન્ય ડિગ્રી પહોંચી ગયું છે. શૂન્ય ડિગ્રીમાં પાર્ક કરાયેલ વાહનો પર બરફના પડ જામી ગયા હતા. તેથી સહેલાણીઓને સીઝનના પ્રથમ બરફના નજારા જોવાનો આનંદ મળ્યો હતો. 

રાજસ્થાનનું એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુ

અરવલ્લીની ગિરીકંદરાની સૌથી ઊંચી ચોટી પર આવેલા રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ઠંડીએ તેનો કહેર વર્તાવવાનું શરૂ કર્યું છે. તાપમાનનો પારો એકાએક ગગડતા શૂન્ય ડિગ્રી પર આવેલ છે, જેથી હોટલો અને પાર્કિંગમાં પાર્ક કરાયેલા વાહનો પર બરફની પરાત છવાઈ હતી. હાલમાં માઉન્ટઆબુમાં રહેલા સહેલાણીઓ આવા ખુશનુમા આહલાદક વાતાવરણ જોઈ આણંદમાં આવી ગયા છે. 

ડિસેમ્બરમાં તાપમાન માયનસમાં જશે

ખુશનુમા વાતાવરણમાં સહેલાણીઓએ બોટિંગની મજા માણી. તો કોઈએ બોર્નફાયરમાં પોતાનું રક્ષણ કર્યું અને ગરમ ચાની ચુસ્કીઓ લઈ અનેરો આનંદ માણ્યો. નવેમ્બર મહિનામાં શૂન્ય તાપમાનમાં બરફ જોવા મળ્યો, તો ડિસેમ્બર મહિનામાં તાપમાન માયનસમાં જશે ત્યારે પાણીમાં પણ બરફ છવાયેલો જોવા મળશે. ડિસેમ્બરમાં આબુમાં પ્રવાસીઓનો ઘસારો જોવા મળી શકે છે.

આ સમાચાર શેર કરો